Loading Please Wait !!!
રાજકોટમાં બાબા બાગેશ્વરનો મહાદરબાર !

  • 5 થી 7 જૂન સુધી ભક્તિનો મહોત્સવ
  • રેસકોર્સ ગ્રાઉન્ડમાં સનાતન સેતુ કથાનું ભવ્ય આયોજન
  • 3 વર્ષ બાદ રાજકોટમાં બાબા બાગેશ્વરનો દિવ્યવાણીની ભક્તિનો મળશે લાભ

સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટમાં ૨૦૨૩માં બાબા બાગેશ્વરનો દરબાર યોજાયા બાદ બાબા બાગેશ્વર(શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રી) ત્રણ વર્ષ બાદ ફરી રાજકોટ આવી રહયા છે. જુનમાં તા. ૫, ૬ અને ૭ એમ ત્રણ દિવસ દરમ્યાન બાબા બાગેશ્વર રાજકોટમાં પધરામણી કરશે. આ ત્રણ દિવસ દરમ્યાન બાબા બાગેશ્વર સનાતન સેતુ કથાનું રસપાન કરાવશે. રાજકોટના રેસકોર્સમાં તૈયાર થનાર વિશાળ સમીયાણામાં આ આયોજન થશે. સનાતન સેતુ કથા દરમ્યાન બાબા બાગેશ્વરનો દરબાર ભરાશે.

જેમાં બાબા બાગેશ્વર લોકોની સમસ્યાઓનું સમાધાન કરશે. બાબા બાગેશ્વરના મુખેથી સનાતન સેતુ કથા સાંભળવાનો રાજકોટ શહેરની પ્રજાને અનેરો લહાવો મળશે. રાજકોટને ત્રણ વર્ષ બાદ બાબા બાગેશ્વરની દિવ્યવાણીનો લાભ મળે તે જાણીતા ઉદ્યોગપતિ કિશોરભાઈ ખંભાયતા (ડુનેક્ષ)એ બાબા બાગેશ્વરને વિનંતી કરી હતી. જેના ફળસ્વરૂપે રાજકોટમાં બાબા બાગેશ્વરની સનાતન સેતુ કથાનો અલભ્ય લાભ મળશે.,આ પહેલા જુન-૨૩માં પણ શ્રી કિશોરભાઇ ખંભાયતાના આમંત્રણથી બાબા બાગેશ્વર રાજકોટ આવ્યા હતા. અને દિવ્ય દરબારનું આયોજન થયું હતું.