Loading Please Wait !!!
ફાઈનલ પ્લાસ્ટિકની નોટો હવે આવે છે

  • બજારમાં ટૂંક સમયમાં 10-20 રૂપિયાની નોટો મુકવામાં આવશે
  • શરૂઆતથી જ 200 કરોડની નોટો મુકાશેઃ નવી નોટો ફાટશે નહીં, પાણી-ધૂળથી પણ સુરક્ષિત

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

બજારમાં ટૂંક સમયમાં જ ૧૦ અને ૨૦ની પ્લાસ્ટિક નોટો જોવા મળશે. રિઝર્વ બેંક ૧૦૦-૧૦૦ કરોડ એટલે કે કુલ ૨૦૦ કરોડ પોલિસર એટલે કે પ્લાસ્ટિકથી બનેલી નોટો છાપશે. આ પ્લાસ્ટિક કરન્સીનું ટ્રાયલ હશે, જો આ સફળ થશે તો આગળ બીજી નોટો પણ છાપવામાં આવશે. કેન્દ્ર સરકારે આની મંજૂરી આપી દીધી છે. આ માહિતી નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ સોમવારે લોકસભામાં આપી હતી. જોકે, પોલિમર નોટોનું ટ્રાયલ ક્યારે શરૂ થશે, તેની તારીખની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. પોલિમર નોટનોટનું ટ્રાયલ સફળ થયા પછી RBI ૧૦ અને ૨૦ બંને મુલ્યની નોટોને નિયમિત રીતે જાહેર કરશે. જોકે કાગળની હાલની કરન્સી પણ

ચાલતી રહેશે. તેને બંધ કરવામાં નહીં આવે. ૧૦ દિવસ પહેલા મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું હતું કે RBI ટૂંક સમયમાં દેશમાં પોલિમરથી બનેલી નોટોનો પહેલો પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે. આ દેશમાં નવી જનરેશનની કરન્સી લાવવાના RBIના પ્લાનનું આગળનું પગલું છે. પોલિમરથી બનેલી બેંકોનો પરંપરાગત કાગળની નોટોની સરખામણીમાં ઘણી વધુ ટકાઉ હોય છે. આ નોટો પાણી, ગંદી અને ધૂળમાં પણ સુરક્ષિત રહે છે. આ ઉપરાંત, આ નોટો સરળતાથી ફાટતી પણ નથી. આ કારણોસર, તે બજારમાં લાંબા સમય સુધી ફાટ્યા વિના અને સ્વચ્છ રહે છે. પોલિમર શીટનો સૌથી મોટો ફાયદો એ પણ છે કે તેમાં એડવાન્સ સેફ્ટી ફીચર્સને સરળતાથી ઉમેરી શકાય છે.