Loading Please Wait !!!
ચૂંટણી હારતા જ ફ્લાવિયો બોલ્સોનારો દેશ છોડી નાસી ગયા!

  • પાસપોર્ટ જમા કરાવવાના આદેશની અવગણના કરીને અમેરિકા પહોંચ્યા!
  • પરાજય સ્વીકારવાને બદલે મતદાનમાં ધાંધલધમાલના ગંભીર આરોપો લગાવ્યા!
  • ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના કેસમાં તપાસનો સામનો કરતા!

સિટી ન્યુઝ @ બ્રાઝિલિયા 

બ્રાઝિલની તાજેતરની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પરાજયનો સામનો કરનાર ફ્લાવિયો બોલ્સોનારો પાસપોર્ટ જમા કરાવવાના આદેશની અવગણના કરીને દેશ છોડીને અમેરિકા ચાલ્યા ગયા હોવાના અહેવાલો સામે આવ્યા છે.

ચૂંટણી પરિણામોમાં લુઇઝ ઇનાસિઓ લૂલા દા સિલ્વા સામે લગભગ 40 લાખ મતોથી હાર્યા બાદ તેમણે હાર સ્વીકારવાને બદલે ચૂંટણીમાં વ્યાપક ધાંધલધમાલના આક્ષેપો કર્યા છે.

ફ્લાવિયો બોલ્સોનારો પોતે ભ્રષ્ટાચાર, મની લોન્ડરિંગ અને કરચોરી જેવા ગંભીર કેસોમાં કાનૂની તપાસનો સામનો કરી રહ્યા છે, જ્યારે તેમના પિતા ઝાયર બોલ્સોનારો પહેલેથી જ જેલની સજા કાપી રહ્યા છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ બ્રાઝિલની ચૂંટણીમાં કોઈ પુરાવા વગર ધાંધલી થઈ હોવાના સવાલો ઉઠાવીને આ વિવાદમાં નવો રેડ્કો વલોવવાનો પ્રયાસ કર્યો છે.

કાનૂની શિાજા અને તપાસ એજન્સીઓથી બચવા માટે વિદેશ નાસી જવાની આ ઘટનાએ દેશના રાજકારણમાં ભારે ચકચાર જગાવી છે અને કાયદાકીય પ્રક્રિયા સામે સવાલો ખડા કર્યા છે.

બોલ્સોનારોનું પલાયન અને કાનૂની શિાજામાંથી બચવાના પેંતરા

બ્રાઝિલમાં ચૂંટણી હારતાની સાથે જ ફ્લાવિયો બોલ્સોનારોનું પાસપોર્ટ જમા કરાવવાના આદેશની અવગણના કરીને અમેરિકા નાસી જવું એ તેમની ગુનાહિત માનસિકતા સ્પષ્ટ દર્શાવે છે. ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ જેવા ગંભીર કેસોમાં કાનૂની કાર્યવાહીથી બચવા માટે દેશ છોડી દેવો એ કાયદાની મજાક સમાન છે. પિતાની જેમ પુત્ર પણ કાયદાના સકંજાથી ભાગીને સત્તા અને ન્યાય પ્રક્રિયાને પડકારી રહ્યા છે, જે લોકશાહી અને ન્યાયતંત્રની ગરિમાને નુકસાન પહોંચાડે છે.