Loading Please Wait !!!
રાજકોટના ‘પોમોઝ પીઝા’ ગંદુ પીરસે છે ?

  • કાલાવડ રોડ ઉપર ગ્રાહકોએ પેસ્ટ્રીનો વીડિયો વાયરલ કરી પોલ ખોલી
  • દુકાનદારે કહ્યું, પેસ્ટ્રી બેક ન થઈ હોવાનો દાવો કર્યો: ગ્રાહકે કહ્યું: પેસ્ટ્રી બગડી ગયેલી હતી અંદરથી ચીકણા તાંતણા નીકળે છે

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ‘પોમોઝ પીઝા’માં મળતી પેસ્ટ્રી અખાદ્ય હોવાના આક્ષેપ સાથેનો વીડિયો વાયરલ થયો છે. જેમાં યુવતી કાઉન્ટરમાં રાખેલી પેસ્ટ્રી બતાવી ખાવાલાयक ન હોવાનો આક્ષેપ કરી રહી છે. તો બીજી તરફ દુકાનદાર આ પેસ્ટ્રી બરોબર બેક ન થઈ હોવાનો દાવો કરી રહ્યો છે. આ મામલે આરોગ્ય અધિકારી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ મામલે કોઈ ફરિયાદ મળી નથી. પરંતુ, જે વીડિયો વાયરલ થયો છે તેના આધારે પીઝા શોપમાં તપાસ કરાશે. વાયરલ થયેલા વીડિયોમાં મહિલા ગ્રાહક પાર્લરના કર્મચારીઓ અને સંચાલકો સામે આકરા પાણીએ જોવા મળે છે. મહિલાએ પોતાના

હાથમાં વાસી પેસ્ટ્રી પકડીને તેનો બગડેલો ભાગ કેમેરા સામે બતાવતા કહ્યું હતું કે, “તમે આ જુઓ, આ પેસ્ટ્રી પૂરેપૂરી બગડી ગઈ છે અને અંદરથી ચીકણા તાંતણા નીકળે છે. આ કઈ રીતે ખાવાલાયક ગણાય? શું તમે આવી વસ્તુ તમારા ઘરે ખાઈ શકો છો? તમારા કર્મચારીઓ એવું બહાનું બતાવે છે કે આ બરાબર શેકાઈ (બેક થઈ) નથી અથવા ફ્રીજમાં રાખવાના કારણે ભીની થઈ છે, પરંતુ આ બેક ન થવાનો પ્રશ્ન નથી, આ પ્રોડક્ટ સંપૂર્ણપણે વાસી અને ખરાબ થઈ ગઈ છે.”આ વાસી ખોરાક ખાધા પછી કોઈ ગ્રાહકની તબિયત ખરાબ થશે કે હોસ્પિટલ ભેગા થવું પડશે, તો તેની જવાબદારી આબરે કોણ લેશે? ભૂલ સ્વીકારવાના બદલે માત્ર બહાના બનાવવામાં આવી રહ્યા છે.

ગ્રાહકો નાણાં ચૂકવીને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખોરાકની અપેક્ષા રાખે છે, પરંતુ આવી બ્રાન્ડેડ જગ્યાઓ પર પણ વાસી અને અસ્વાસ્થ્યપ્રદ ખોરાક પીરસીને લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારની ગંભીર બેદરકારી સામે અવાજ ઉઠાવવો જરૂરી બન્યો છે જેથી અન્ય ગ્રાહકો પણ આવી છેતરપિંડીનો ભોગ બનતા અટકે."સમગ્ર મામલે મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, અમારા દ્વારા છેલ્લા ઘણા સમયથી અખાદ્ય પદાર્થોનું વેચાણ કરનાર વેપારીઓની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. વાયરલ વીડિયો દ્વારા આ બાબત હાલમાં જ અમારી સામે આવી છે. જે અંગે કોઈ સત્તાવાર ફરિયાદ

મળી નથી. પરંતુ વીડિયોનાં આધારે અમારી ટીમ દ્વારા કાલાવડ રોડ નજીક આવેલા પોમોઝ પિઝામાં પણ તપાસ કરવામાં આવશે. એટલું જ નહીં જો ત્યાં અખાધ કે વાસી પદાર્થનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવશે તો પેઢીના સંચાલકો સામે નિયમ અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે. જેમાં વાસી-અખાદ્ય ખોરાકનો નાશ કરી સંચાલકો પાસેથી દંડ પણ વસૂલવામાં આવશે અને જરૂર પડે તો સીલિંગની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો ખાદ્યપદાર્થો વેચતા વેપારીઓની આવી બેદરકારી સામે આક્રમ પ્રહારાઈ કરી રહ્યા છે.