Loading Please Wait !!!
રાજકોટમાં ‘ફેસ્ટિવલ હોલી ડે’એ ફરવાના શોખીનો સાથે રૂપિયા 50 લાખની ઠગાઈ કરી

  • લોકોને સસ્તા I-PHONE અને વિદેશી ટૂરની લાલચ પડી મોંઘી
  • જાયાન, સિંગાપોર, બાલી અને હોંગકોંગના ફેક ટૂર પેકેજ બતાવી પ્રોફેસર સહિત આઠ લોકો સાથે ફેસ્ટીવ હોલિડે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના દંપતીએ શિકાર બનાવ્યા
  • અભિનવ પટેલ અને ધારા પટેલ વિરુદ્ધ ગુન્હો નોંધાયો
  • 9 જૂને કહ્યું હતું, સિટી ન્યૂઝના અહેવાલને મ્હોર લાગી !

સિટી ન્યૂઝ@રાજકોટ

શહેરના નાનામાવા રોડ પર આવેલ આર.કે. પ્રાઈમ બિલ્ડીંગની ઓફિસ નં. ૧૧૦ માં ફેસ્ટીવ હોલિડે નામે ટ્રાવેલ્સ એજન્સી ચલાવતા અભિનવ હિતેશભાઈ પટેલ અને તેની પત્ની ધારાબેન અભિનવભાઈ પટેલ નામના દંપતી સામે રૂ. ૫૦ લાખથી વધુની ઠગાઈનો મામલો સામે આવ્યો છે.આ મામલે રાજકોટની શ્રી એમ એન્ડ એન વિરાણી સાયન્સ કોલેજ (આત્મીય યુનિવર્સિટી કેમ્પસ) ખાતે કેમેસ્ટ્રી વિષયના પ્રોફેસર તરીકે ફરજ બજાવતા અને નાનામોવા રોડ પર રહેતા ભરતકુમાર ગુલાબભાઈ વાઢેર (ઉ.વ. ૫૮) એ માલવિયાનગર પોલીસ સ્ટેશનામાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીની વિગત મુજબ, પ્રોફેસર ભરતકુમાર વાઢેરે પરિવાર સાથે વિયેતનામ જવા માટે ફેસ્ટીવ હોલિડેના સંચાલક અભિનવ પટેલનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ સયાજી હોટલ ખાતે યોજાયેલા ટ્રાવેલ એક્સપોમાં

અભિનવના પત્ની ધારાબેન પટેલે ડિસ્કાઉન્ટ સ્કીમની લાલચ આપી વિયેતનામના ૮ નાઈટ અને ૯ દિવસના પેકેજ પેટે રૂ. ૩,૭૦ લાખ નક્કી કર્યા હતા. ફરિયાદીએ ટુકડે-ટુકડે રૂ. ૩.૭૦ લાખ ચૂકવી દીધા હતા. જોકે, ઇલેક્શન કયુટી હોવાથી તારીખ બદલ્યા બાદ સંચાલકોએ ફ્લાઈટ કેન્સલ થયાનું બહાનુ બતાવી ટ્રીપ રદ કરી હતી. રૂપિયા પરત માંગતાં અભિનવ પટેલે પોતાની એજન્સીના લેટરપેડ પર રૂ. ૩.૭૦ લાખની ક્રેડિટ નોટ લખી આપી હતી, પરંતુ નક્કી કરેલી તારીખે નાણાં આપવાને બદલે મોબાઈલ સ્વિચ ઓફ કરી ઓફિસને તાળાં મારી દંપતી ભૂગર્ભમાં ઉતરી ગયું હતું. પ્રોફેસર વાઢેર તપાસ માટે ઓફિસે પહોંચ્યા ત્યારે અન્ય પીડિત સુનીલભાઈ જકાસણીયા સાથે સંપર્ક થયો હતો. તેમણે ‘ફેસ્ટીવ પેમેન્ટ’ નામનું વોટ્સએપ ગ્રુપ બનાવવા સામે આવ્યું હતું કે આ ઠગ દંપતીએ અન્ય ૮ જેટલા લોકોને પણ પોતાની જાળમાં ફસાવ્યા છે.