રાષ્ટ્રની સાચી તાકાત યુવાનોનો અવાજ દબાવવામાં નહીં, સાંભળવામાં છે
- અમરેલીના ભાજપ નેતા ડૉ. કાનાબારનું આંદોલનને સમર્થન
- દિલ્હીનું યુવા આંદોલનને કાનાબારે ન્યાયપૂર્ણ ગણાવ્યું
સિટી ન્યૂઝ@અમરેલી
અમરેલી જિલ્લા ભાજપનાં પૂર્વ પ્રમુખ ડૉ. ભારત કાનાબારે પરીક્ષા રદ થવા મામલે આંદોલન કરી રહેલ યુવાનોનાં સમર્થનમાં સોશિયલ મીડિયા મારફત એક સમર્થન આપતો સંદેશ વાયરલ કરેલ છે. તેઓએ જણાવેલ છે કે, રાષ્ટ્ર માટે આનાથી મોટી કરુણતા બીજી કોઈ હોઈ શકે નહીં કે જ્યારે સમાજ પોતાના જ યુવાનોની પીડા અને વેદના અનુભવી શબ્દમાં નિષ્ફળ જાય છે. ત્યાની માંગણી કરતા આક્રોશિત યુવાનોનો ભ્રષ્ટદ્રોહીભલ નથી, સમાન અને ન્યાયસંગત તકલીફ માંગતો યુવાન દેશ માટે ખતરો કેમ કહેવા ? ખતરો તો એવી વ્યવસ્થાથી છે જે બેઈમાનીને પ્રોત્સાહન આપે છે અને લાયકાતને સજા કરે છે. યુવાનોના આક્રોશને ભ્રષ્ટદ્રોહ વિરોધીબલ ગણાવવાથી સમસ્યાનો ઉકેલ આવતો નથી- તે માત્ર સમાજમાં વિભાજન અને અવિશ્વાસ વધારે છે. દરેક પેપર લીધ વર્ષોની મહેનત અને અસંખ્ય અધૂરા સપનાઓ પર પાણી ફેરવી છે છે.
દરેક રદ થયેલી પરીક્ષા નીચે મહિનાઓ કે વર્ષોની તપસ્યા, આશાઓ અને અથાક પરિશ્રમ દટાયેલા હોય છે. જ્યારે પરીક્ષાઓની પવિત્રતા અને વિશ્વસનીયતાનું રક્ષણ કરવામાં જવાબદાર લોકો નિષ્ફળ જાય છે, ત્યારે તેઓ માત્ર એક પરીક્ષામાં નહીં, પરંતુ આખી જનરેશન સામે નિષ્ફળ જાય છે.
વારંવાર થતાં પેપર લીક અને પરીક્ષા પ્રણાલીની નિષ્ફળતા કોઈ એકદલોદળ ઘટના નથી, તે આપણા સમાજમાં સતત ધસાતા જતા નૈતિક મૂલ્યોના પતનની નિશાની છે. આ સમસ્યાનો ઉકેલ માત્ર એક મંત્રીના રાજીનામાથી કે કોઈ એક વ્યક્તિને બલિનો બકરો બનાવવાથી આવવાનો નથી. આપણી સાચી લડાઈ બેઈમાની, ભ્રષ્ટાચાર અને નૈતિક અધোগતિ સામે હોવી ઘટે. જ્યાં સુધી આપણે શિક્ષાના, આરોગ્ય સહિતના જીવનના દરેક ક્ષેત્રમાં અન્ય અને અમાણિકતાનો સામૂહિક વિરોધ નહીં કરીએ, ત્યાં સુધી આવી ઘટનાઓ લાયક લોકોને અન્યાય કરતી રહેશે.