કૂખ્યાત બુટલેગરે દમણથી પાર્સલમાં મોકલાવેલો 2.74 લાખનો દારૂ ઝડપાયો
- રાજકોટ પીસીબીનો ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં ટ્રાન્સપોર્ટમાં દરોડો
- કોસ્મેટિક વસ્તુઓના નકલી બિલ બનાવી દારૂની હેરાફેરી : બેની શોધખોળ
-
સિટી ન્યૂઝ@રાજકોટ
શહેરમાં દારૂ બંધીના કડક અમલવારી કરવાના પોલીસના અભિયાન દરમ્યાન બુટલેગરો પણ અલગ અલગ નુસખા અજમાવી દારૂની હેરાફેરી કરતા હોવાનું વધુ એક વખત બહાર આવ્યું છે. પીસીબીની ટીમે ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં ટ્રાન્સપોર્ટમાં દરોડો પાડી કોસ્મેટિક વસ્તુના નકલી બિલ બનાવી પાર્સલ ફસાવેલો રૂ.૨.૭૪ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઈ દમણથી પાર્સલની આડમાં દારૂ મોકલનાર નામચીન બુટલેગર અને દારૂની દીલવરી ટેનાર આરોપીઓ સામે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા દોડધામ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં લાલજી મુળજી ટ્રાન્સપોર્ટમાં પાર્સલની આડમાં દારૂની હેરાફેરી થતી હોવાની માહિતીના આધારે પીસીબીના પીઆઈ ગોંડલીયા સહીતની ટીમે દરોડો પાડી તપાસ કરતા કોસ્મેસ્ટીકના નકલી બિલ
બનાવી મોકલવામાં આવેલા પાર્સલની તલાસી લેતા રૂ.૨.૭૪ લાખની કિંમતનો ૧૧૦૪ બોટલ વિદેશી દારૂની બોટલ મળી આવતા પોલીસે તપાસ કરતા આ પાર્સલ રાજકોટના કૂખ્યાત બુટલેગર ચાકુબ સુસા મોટાણીએ રાજકોટ મોકલનાર હોવાનું બહાર આવતા પોલીસે વિદેશી દારૂ કબજે કરી ચાકુબ તેમજ પાર્સલ લેનાર શખસો સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે. પોલીસની તપાસમાં તાજેતરમાં પીસીબીની ટીમ ટ્રાન્સપોર્ટની આડમાં ચાલેલે પાર્સલ કરેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધા બાદ દી ઝડપાયા બાદ ચાકુબને ઝડપી લેવા દોડધામ કરી છે.