લક્ઝરી કાર, વ્હીસ્કી, કપડાં ફૂટવેર આજથી સસ્તા મળશે
ભારત-UK વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ લાગુ
UK થી આયાત થતી કઈ વસ્તુ મળશે
-
સ્કોચ, વ્હીસ્કી, જિન અને અન્ય સ્પિરિટ્સ
-
જગુઆર, લેન્ડ રોવર, રોલ્સ રોયલ જેવી લક્ઝરી કાર
-
બ્રાન્ડેડ કપડાં અને ફેશન પ્રોડક્ટ્સ
-
ફૂટવેર અને લેધર પ્રોડક્ટ્સ
-
હોમવેર, ફર્નિચર અને ડેકોર વસ્તુઓ
સ્કોચ, વ્હીસ્કી અને જિન ભારતનો ટેરિફ 150% થી ઘટીને 75% થયો પહેલા 5000 રૂપિયાની સ્કોચની બોટલ હવે માત્ર 3500 રૂપિયામાં મળશે.
જગુઆર, લેન્ડ રોવર, રોલ્સ રોયલ ટેરિફ ઘટતા 30% સસ્તી થઈ લક્ઝરી કાર હવે વધુ સસ્તી!.
બ્રિટનથી આવતા બ્રાન્ડેડ કપડાં, ફેશન પ્રોડક્ટ્સ અને હોમવેર સસ્તા થશે.
સિટી ન્યૂઝ | નવી દિલ્હી
ભારતમાં UKની કાર, વ્હીસ્કી, કપડાં અને ફૂટવેર આજથી સસ્તા મળશે. કારણ કે, ભારત-UK વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ લાગુ થઈ ગયો છે. એટલે કે આ દિવસથી ભારત ૯૯% સામાનને UKમાં ઝીરો ટેરિફ પર નિકાસ કરવામાં આવશે, જ્યારે UKના ૯૯% સામાન ૩% એવરેજ ટેરિફ પર આયાત થશે. આનાથી ૨૦૩૦ સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો થઈને ૧૨૦ બિલિયન ડોલર સુધી પહોંચવાની સંભાવના છે. લગભગ ૩ વર્ષમાં ૧૪ રાઉન્ડની વાતચીત પછી ૨૪ જુલાઈ ૨૦૨૫ના રોજ વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલ અને બ્રિટિશ વેપાર મંત્રી જોનાથન રેનોલ્ડ્સે પીએમ નરેન્દ્ર મોદી અને તેમના UK સમકક્ષ કીર સ્ટાર્મરની હાજરીમાં આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ વેપાર કરાર લાગુ થતા પહેલા બંને દેશોના બિઝનેસ અને કંપનીઓ પાસે તૈયારી કરવા માટે હવે માત્ર એક મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે. ભારતમાં UKના હાઈ કમિશનર લિન્ડી કેમરને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, "ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે! UK અને ભારત આ વાત પર સહમત થયા છે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ૧૫ જુલાઈથી લાગુ થઈ જશે. આ આધુનિક યુકે-ભારત પાર્ટનરશિપ માટે એક ઐતિહાસિક ક્ષણ છે, જે આપણી બંને અર્થવ્યવસ્થાઓ માટે વૃદ્ધિના એક યુગની શરૂઆત કરશે.".
ભારતમાં કઈ-કઈ વસ્તુઓ સસ્તી થશે?
-
વ્હીસ્કી અને જિન: UK થી આયાત થતી સ્કોચ વ્હીસ્કી અને જિન પર ભારતનો ટેરિફ ૧૫૦% થી ઘટીને ૭૫% થઈ જશે. પાછળથી કરારના દસમા વર્ષ સુધી તેને ઘટાડીને ૪૦% કરી દેવામાં આવશે. ઉદાહરણ- ૫૦૦૦ રૂપિયાની સ્કોચ બોટલ ૩૫૦૦ રૂપિયામાં મળશે.
-
લક્ઝરી કારો: UK ની કારો (જેમ કે જગુઆર લેન્ડ રોવર, રોલ્સ-રોયસ) પર ટેરિફ ૧૦૦% થી કોટા સિસ્ટમ હેઠળ ૧૦% સુધી આવી જશે. આનાથી આ કારો ૨૦-૩૦% સસ્તી થઈ શકે છે.
-
ખાદ્ય અને પીણાં: UK થી આયાત થતા સૅલ્મોન, લૅમ્બ, ચોકલેટ, બિસ્કિટ અને સોફ્ટ ડ્રિંક્સ પર ટેરિફ ઓછો થશે. આનાથી આ ઉત્પાદનો સસ્તા થશે.
-
કોસ્મેટિક્સ અને મેડિકલ ડિવાઈસ: UK ના કોસ્મેટિક્સ, મેડિકલ ડિવાઈસ અને એરોસ્પેસ પાર્ટ્સ પર ઓછા ટેરિફથી આ સામાન સસ્તા થશે, ટેરિફ ૧૫% થી ઘટીને ૩% પર આવી જશે.
-
ફેશન અને કપડાં: બ્રિટનથી આવતા બ્રાન્ડેડ કપડાં, ફેશન પ્રોડક્ટ્સ અને હોમવેર પણ સસ્તા થશે. જ્યારે ફર્નિચર, ઈલેક્ટ્રોનિક્સ પણ ઓછી કિંમતે મળશે.