ચોમાસું શરૂ થતાં જ શાકભાજી મોંઘા થયા
કોથમીરના ભાવ આસમાને રૂ.270ની કિલો: ગુવાર, ભીંડો, તીખી મરચી, ચોળા, સહિતના ભાવ રૂ.100ને વટાવી ગયા
સીટી ન્યૂઝ@અમદાવાદ
ચોમાસું શરૂ થઈ ચૂક્યું છે ત્યારે શાકભાજીના ભાવમાં તોફાની તેજી જોવા મળી રહી છે, કેટલાક શાકભાજીના ભાવ વરસાદ આવ્યા પહેલા વધી રહ્યા છે, આદુ હળદરના ભાવ તો ૨૫૦ને પાર કરી ગયા છે, જ્યારે ભીંડો, ગુવાર, તીખી મરચી, ચોળા, કોથમીરી સહિતના ભાવો ૧૦૦ને વટાવી ચૂક્યા છે. નવા ભાવ વધારાથી ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. અહીં આપેલા શાકભાજીના ભાવ સુભાષ માર્કેટ વિસ્તારના છે પરંતુ વિસ્તારમાં આવતી રેકડીઓમાં આ શાકભાજીના ભાવમાં ૨૦ ટકા ભાવ વધારો જોવા મળે છે. કેટલાક સમયથી આદુ અને લીલી હળદરના ભાવે આસમાને છે, રૂ.૨૫૦ થી ૨૬૦ બોલાઈ રહ્યા છે, તમામ શાકભાજીના ભાવ જે શાકભાજી બટેટાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે, રૂ. ૩૦ થી ૪૦ ના ભાવમાં સારા બટેટા મળી રહ્યા છે, અન્ય શાકભાજીની વાત લઈએ તો ગુવારની આવક બહુ છે, મોટા ભાગની રેકડીઓમાં ગુવાર જોવા મળે છે. પરંતુ તેનો ભાવ ૧૨૦થી ૧૩૦ સુધીમાં મળી રહ્યું છે,
શાકભાજી ઉપરાંત શાકમાર્કેટમાં પીળી અને લાલ બટેટા મોટા પ્રમાણમાં આવી રહી છે તેનો ભાવ રૂ. ૭૦ થી ૯૦ બોલાઈ રહ્યો છે. શાકભાજી અન્ય ભાવની વાત કરીએ તો લીંબુ રૂ. ૭૦ થી ૮૦, કોબી, રીંગણા થોડા સસ્તા છે, રૂ.૪૦ થી ૫૦માં મળી રહ્યા છે, જ્યારે મરચા રૂ. ૮૦ થી ૧૦૦ના ભાવમાં મળી રહ્યા છે. સારી ફ્લાવરના ભાવ રૂ. ૮૦ થી ૯૦ વચ્ચે બોલાઈ રહ્યા છે, જ્યારે દૂધી રૂ. ૪૦ થી ૫૦, મૂળા રૂ.૨૦થી ૨૫, કોથમરી રૂ. ૨૪૦ થી ૨૫૦, તાંજરીયાની ભાજી પુણીયાના રૂ. ૨૦ અને પાલકના રૂ. ૧૫ બોલાઈ રહ્યા છે. શહેરની શાકમાર્કેટમાં લીંબુના ભાવ રૂ.૭૦ થી ૮૦ બોલાઈ રહ્યા છે,
ચોળા રૂ.૮૦ થી ૯૦, અળવીના પાન એક પૂરીયાના રૂ.૨૫ થી ૩૦, જ્યારે ડુંગળી રૂ. ૩૦ થી ૩૧ સુધી કિલો મળી રહી છે, સામાન્ય રીતે વરસાદ આવે ત્યારે શાકભાજીના ભાવ આસમાને પહોંચે છે, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ થયો નથી, ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે બહેનોનું બજેટ ચોક્કસપણે ખોરવાઈ ગયું છે. હાપા માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની વેચાણની પ્રક્રિયા થાય છે તેમાં ખેડૂતોને સાવ ઓછા ભાવ મળે છે, દા.ત. લીંબુની વાત લઈએ તો ૨૦ કિલોના રૂ.૭૦૦ થી ૮૦૦ હોય છે અને આ લીંબુ શાકમાર્કેટમાં આવે ત્યારે રૂ.૧૬૦૦થી ૧૭૦૦ થઈ જાય છે. એવી જ રીતે શાકમાર્કેટમાં આવતા દલાલીની દલાલી વધી જતા ભાવ ઉંચકાય છે, એવી જ રીતે બધિ રીતે સુભાષ શાક માર્કેટમાં જે ભાવ હોય છે તે રેકડીવાળાના શાક લઈને અલગ અલગ વિસ્તારમાં વેંચાણ કરે છે.