ભાજપ હવે ડરી ગયેલી દેખાય છે: શક્તસિંહ ગોહિલ
- ડરપોક લોકો જ વિરોધ કરનારને જેલમાં નાખે છે
- મૂળભૂત અધિકારી બંધારણનો આત્મા છે સરકાર આત્માને તોડી રહી છે
સિટી ન્યૂઝ@રાજકોટ
દિલ્હીમાં જંતર મંતર ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અંગે કોંગ્રેસના નેતા શક્તસિંહ ગોહિલ દ્વારા પત્રકાર પરિષદ યોજી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા.રાજ્યસભાના પૂર્વ સાંસદ શક્તસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, NEET પરીક્ષા આપનાર દેશના ૨૧ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે તેને શ્રદ્ધા સુમન અર્પણ કરું છું. દેશનું બંધારણ ભારતનું બંધારણ શ્રેષ્ઠ બંધારણ છે. નિષ્ચાર્થ પક્ષે જે બંધારણ બનાવ્યું એમાં મૂળભૂત અધિકાર મળેલા જે અધિકાર બંધારણનો આત્મા છે ભાજપ આત્માને તોડવાના પ્રયાસ કરી રહ્યો છે. ધરણા અને રેલી દેખાવ અને અવાજ ઉઠાવવાનો દરેક નાગરિકને અધિકાર છે. ક્યારેય ન બની એવી ઘટના વારંવાર બને છે, કોંગ્રેસ કે અન્ય સરકારના शासनમાં ગુજરાતના સચિવાલય નજીક ચ-૫ રોડ પર સરકાર વિરુદ્ધ જેને આંદોલન કરવું તેને ધરણા માટે જગ્યા આપવામાં આવતી હતી તેમાં પણ છાંયડો અને પાણી સરકાર વ્યવસ્થા કરી આપતી હતી. આજે ધરણા માટે પોલીસ પરવાનગી માંગે છે. દિલ્હીમાં શાંતિપૂર્ણ રેલી નીકળી કોઇ પાસે હથિયાર ન હતા માત્ર અહંકારના કારણે લાઠીચાર્જ કરવામાં આવ્યા. ૧૨
વર્ષની દીકરી પર લાઠીઓ મારી જીવન મરણ વચ્ચે જોલા ખાઈ છે. ભાજપની બર્બરતા કારણે યુવાનો ભોગ બની રહ્યા છે. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે જંતર મંતર ધરણા માટે વર્ષોથી આપવામાં આવ્યું છે હવે પોલીસ ખાલી કરો ખાલી కరోના સ્પીકર પર નારા લગાવે છે. સરકાર ચર્ચા કરવા તૈયાર છે પરંતુ સભા મોકૂફ વગર. કોંગ્રેસ સમયમાં સભા મોકૂફ રાખીને ચર્ચા કરતી હતી. વિસ્તૃત ચર્ચા થાય એ જરૂરી છે, NEET પેપર લીક કારણે ૨૧ વિદ્યાર્થી આત્મહત્યા કરી છે. ભાજપ નેતાઓને કહેવા માંગું છું કોંગ્રેસના શાસનમાં તમારું સંબંધી કેટલા રૂપિયામાં ડૉક્ટર થતા હતા. ? નજીવી રકમમાં કોંગ્રેસના શાસનમાં ડૉક્ટર થવાતું હતું. ઉત્તમ શિક્ષણ કોંગ્રેસ સરકારમાં મળતું આજે આ શિક્ષણ વ્યાપાર બની ગયું છે. સરકારી શાળા કોલેજ બંધ થઈ રહી છે, ઘરબાર ગીરવે મુકી ભણાવવાની નોબત દેશના નાગરિકોને પડે છે. કોકોય જનતા પાર્ટી વિશે જણાવ્યું કે, સરકાર અહંકારી બને ત્યારે લોકોમાં આક્રોશ જરૂર હોય છે. અનેક સમસ્યાથી દેશ ઘેરાયેલો છે. સોનમ વાંગચુકેએ જીવન જોખમે ઉપવાસ કર્યા, દેશના યુવાનો ભવિષ્ય માટે એમને સરકારની વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો માટે અમારી ફરજ છે કે અમારે તેમને સમર્થન આપવું જ પડે.
- જિલ્લા પંચાયત ચોકમાં
- ધર્મેન્દ્ર પ્રધાનના પ્રતિક મુખોટાને ઝાપટ મારી રોષ ઠાલવ્યો
- પોલીસે કોંગ્રેસ કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત
- નયનાબા જાડેજાને પકડવા જતા મહિલા પોલીસ પડી ગયા
સિટી ન્યૂઝ@રાજકોટ
દિલ્હીમાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની અટકાયતના વિરોધમાં રાજકોટમાં જિલ્લા પંચાયત ચોક ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કેન્દ્ર સરકારની નીતિઓ અને કાર્યવાહી સામે રોષ વ્યક્ત કરવા મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ કેન્દ્ર સરકાર સામે ભારે નારેબાજી કરી હતી અને કેન્દ્રીય શિક્ષણમંત્રી તાત્કાલિક ધોરણે પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી માંગ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. એટલું જ નહીં વિરોધને વધુ આક્રમક બનાવતા કોંગ્રેસના કાર્યકરોએ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પ્રતિક મુખોટાને ઝાપટ મારીને
પોતાના આક્રોશ ઠાલવ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા સ્થળ પર તૈનાત પોલીસ કાફલાએ વિરોધ પ્રદર્શનને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ભારે ખેંચતાણ અને તીવ્ર ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. જો કે અંતમાં પોલીસે ઘટનાસ્થળેથી જ કોંગ્રેસના મુખ્ય આગેવાનો અને ૩૦થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. પ્રાપ્ત વિગત મુજબ દિલ્હીમાં પોતાના હક અને અધિકારો માટે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહેલા યુવાનો પર કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જ અને લોકશાહી અવાજને દબાવવાના પ્રયાશોના વિરોધમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પંચાયત ચોક ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.