Loading Please Wait !!!
દ્વારકાધીશ મંદિરની ધ્વજા ચઢાવવાના ભાવમાં વધારો

બેટ-દ્વારકા મંદિરમાં ધજાજીની પરંપરા સાથે ચેડાંથી ભડકો
 
દેવસ્થાન સમિતિના ’તઘલખી’ નિયમો સામે હિન્દુ સમાજનો ઉગ્ર રોષ

» ધજા ચઢાવવાના ખર્ચમાં તોતિંગ વધારો કરી સીધો 8100 કરાયો, દિવસમાં માત્ર 6 જ ધજા ચઢાવવાનો મનસ્વી નિર્ણય

» સનાતની સંગઠનો દ્વારા આવેદનપત્ર પાઠવી ઉગ્ર આંદોલનની ચીમકી અપાતા ટ્રસ્ટીઓ ઢીલા પડ્યા, હાલ મામલો થાળે

સિટી ન્યૂઝ@ દ્વારકા 

યાત્રાધામ બેટ-દ્વારકા સ્થિત શ્રી દ્વારકાધીશ મંદિરમાં ધ્વજારોહણ (ધજાજી) ની વર્ષો જૂની અને ભાવિકોની આસ્થા સાથે જોડાયેલી પરંપરામાં બેટ દેવસ્થાન સમિતિ દ્વારા

અચાનક મનસ્વી ફેરફારો કરવામાં આવતા સ્થાનિક સનાતની હિન્દુ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મંદિર સમિતિ પર માત્ર વધુ પૈસા કમાવવાના હેતુથી આવા સ્વાર્થી અને કમરતોડ નિયમો થોપી બેસાડવાનો આક્ષેપ કરતા સ્થાનિકો અને વિવિધ હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવી સમિતિને આવેદનપત્ર પાઠવ્યું છે. મંદિર સગિતિ દ્વારા જારી કરાયેલા નવા કાર્યાલય આદેશ અને નવા રજીસ્ટ્રેશન

ફોર્મ મુજબ, હવેથી સામાન્ય દિવસોમાં વધુમાં વધુ માત્ર ૬ જ ધજાઓ ચઢાવવામાં આવશે, આ ઉપરાંત ધજાજીના ન્યોછાવર (લાગા) અને અન્ય ખર્ચાઓમાં તોતિંગ વધારો ઝીંકી દેવાયો છે. અગાઉ ધજાજીનો જે લાગો ૨૧૦૦ હતો તેમાં સીધો વધારો કરી ૪૩૦૦ કરાયો છે. પૂજા, સામગ્રી, સિલાઈ અને ચઢાવવા પેટીના ખર્ચાઓ સાથે હવે યજમાને કુલ ૮૧૦૦ નો ચાર્જ મંદિર કાર્યાલયમાં જમા કરાવવો

રહેશે, જે મધ્યમ વર્ગના ભાવિકો માટે આકરો સાબિત થશે. બેટ હિન્દુ સમાજના આગેવાનોના જણાવ્યા અનુસાર, ધજાજી એ દ્વારકાધીશનું ધાર્મિક અને સનાતન સ્વરૂપ છે. ગાયકવાડ સરકારના સમયથી ચાલતી પરંપરા મુજબ ભાવિકો પોતાના ઘરે કે આંગણે વાસ્તુ પૂજન, લગ્ન કે જન્મદિવસ જેવા પ્રસંગોએ બેન્ડ-વાજા, રાસગંડા અને ઉત્સાહ સાથે ધજાજીનું પૂજન કરતા

હતા. પરંતુ નવા નિયમ મુજબ આ પૂજા મંદિરમાં જ કરજાતા કરાતા ભાવિકો રાજાધિરાજના અલભ્ય લ્હાવથી વંચિત રહેશે. વળી, મંદિરમાં પહેલેથી જ ભારે ભીડ રહેતી હોય છે, તેમાં પૂજા ૧ થી ૧.૫ કલાક ચાલવાથી વ્યવસ્થા જોખવાશે અને યાત્રિકો તથા કાર્યાલય વચ્ચે કાયમી ઘર્ષણ ઉભું થશે. આ મુદ્દે સ્થાનિક સંગઠનોએ કડક શબ્દોમાં મંદિર સમિતિને ચીમકી આપી છે કે જો આ ’તઘલખી’ અને આપખુદ નિર્ણયો તાત્કાલિક

પાછા ખેંચવામાં નહીં આવે તો સનાતની સમાજ સમિતિની રચના કરી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે. જોકે, હિન્દુ સમાજના આ ભારે વિરોધ અને નારાજગીને પગલે હાલમાં મંદિર સમિતિના ટ્રસ્ટીઓ કુણા પડ્યા છે અને નગરજનોના આ મુદ્દે યોગ્ય કરવાની આવતી અપાયા હાલ પૂસ્તો મામલો શાંત પડ્યો છે, પરંતુ આર્થિક ભારણ વધારાના નવા નિયમોને લઈને સ્થાનિકોના મનમાં હજુ પણ ભારે અંજપો જોવા મળી રહ્યો છે.