GIFT CITYની Swetark Market Minerનો ધમાકો : 30 દિવસમાં 53 લાખનો નફો
- મોટી સિદ્ધિ; મજબૂત રિસર્ચ, ટીમવર્ક, શિસ્ત અને સિસ્ટમ આધારિત મોડલથી મળી ભવ્ય સફળતા
- 7.50 કરોડના રોકાણ સામે 53 લાખનો નફો એ માઈલસ્ટોન કહેવાય
સિટી ન્યૂઝ@ગાંધીનગર
Swetark Group of Companiesના સમૂહમાં કાર્યરત GIFT City સ્થિત GCC કંપની Swetark Market Miner Pvt. Ltd.એ ચાલુ ઓગસ્ટ મહિનામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. કંપનીની Market Miner ટીમે એક મહિનામાં ૫૩ લાખથી વધુનો નફો નોંધાવી ૫૦ લાખનો મહત્વપૂર્ણ માઈલસ્ટોન પાર કર્યો છે. અંદાજે ૭.૫૦ કરોડના રોકાણ આધાર સામે અત્યાર સુધીનો ૫૩ લાખથી વધુનો નફો આશરે ૭.૦૭%થી વધુ માસિક રિટર્ન દર્શાવે છે. ખાસ વાત એ છે કે ઓગસ્ટ મહિનાના હજુ ચાર ટ્રેડિંગ દિવસ બાકી છે, જેથી મહિનાનું અંતિમ પરિણામ વધુ મજબૂત બની શકે છે.
આ સિદ્ધિનું સૌથી મહત્વપૂર્ણ પાસું એ છે કે Swetark Market Minerના તમામ ૮ વિભાગોએ સકારાત્મક પરિણામ આપ્યું છે અને એકપણ વિભાગ નુકસાનમાં નથી. તેથી આ સફળતા કોઈ એક વ્યક્તિ, ડેસ્ક અથવા વિભાગની નહીં, પરંતુ સમગ્ર ટીમ, રિસર્ચ ફ્રેમવર્ક, શિસ્તબદ્ધ કાર્યપદ્ધતિ અને વિકસાવવામાં આવેલી સિસ્ટમની સંયુક્ત સફળતા તરીકે જોવામાં આવી રહી છે.
તમામ 8 વિભાગો પોઝિટિવ
આ પ્રસંગે CA Swetang Pandya, Chairman & Group CEO, Swetark Group of Companiesએ સમગ્ર Market Miner ટીમના સમર્પિત પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે આ ઉપલબ્ધિ માત્ર નફાના આંકડાની ઉજવણી નથી, પરંતુ Swetark Market Minerમાં વિકસાવવામાં આવી રહેલા મજબૂત રિસર્ચ, ટીમવર્ક, શિસ્ત અને સિસ્ટમ આધારિત મોડલની સફળતાનું પ્રતિબિંબ છે. CA Swetang Pandyaએ ખાસ કરીને CA Jignesh Gondalia અને CA Shraddha Mehtaને આ સિદ્ધિમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન અને નેતૃત્વ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે, "આ એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે, પરંતુ Swetark માટે આ માત્ર શરૂઆત છે. સમગ્ર ટીમ અને મજબૂત સિસ્ટમના આધાર પર અમે ભવિષ્યમાં અનેક વધુ મોટા માઈલસ્ટોન હાંસલ કરવાનો સંકલ્પ રાખીએ છીએ.
GIFT City સ્થિત Swetark Group of Companiesની GCC કંપની Swetark Market Miner Pvt. Ltd. મલ્ટી-ડિપાર્ટમેન્ટ રિસર્ચ અને સિસ્ટમ આધારિત અભિગમ સાથે લિસ્ટેડ માર્કેટમાં કાર્ય કરે છે. તમામ આઠ વિભાગોના સકારાત્મક પરિણામ સાથે પ્રાપ્ત થયેલી આ સિદ્ધિ સમગ્ર Swetark ટીમ માટે ગૌરવપૂર્ણ ઉપલબ્ધિ બની છે.