સિંહો માટે ઈન્દિરા ગાંધીએ ડેમનો પ્રોજેક્ટ રદ્દ કરાવ્યો હતો
- નિવૃત વન અધિકારી અશોકકુમાર શર્માએ કહ્યું
- રિસોર્ટ ચારેબાજુ હવે સિંહોનું સુરક્ષિત સ્થળ શોધવું જરૂરી
સીટી ન્યૂઝ@ગીર સોમનાથ
ભારતીય ફોરેસ્ટ સર્વિસની ૧૯૭૬ની બેચના અને ૨૦૧૩માં રિટાર્ડ થયેલા આ એ અધિકારી છે જેમના શિરે એક સમયે આખા ગુજરાતના વનવિભાગની જવાબદારી હતી. બેબેસિયા વાયરસથી સિંહના થયેલા મોતના આંકડાથી વનવિભાગ વિવાદમાં સપડાયો છે ત્યારે આ નિવૃત્ત અધિકારીએ વનવિભાગ અને સરકારની નીતિની ઝાટકણી કાઢી છે.
આ નિર્ણયોનો દુરુપયોગ થવાનો ડર વ્યક્ત કરતાં તેમણે કહ્યું, એકવાર જે કોઈ બહાર વસવાટ કરવા માટે જતું રહ્યું છે તેને ફરીથી અંદર વસવાટ કરવા માટે કોઈ અધિકારીએ મંજૂરી ન આપવી જોઈએ. અધિકારી પાસે આવા કોઈ પાવર નથી. આ તો એક રીતે યોજનાને પલટાવી દેવામાં આવી છે. આવામાં જે માલધારીઓ બહાર રહે છે તે પણ મંજૂરી માંગશે કે અમને પણ અંદર રહેવા દેવામાં આવે. આવું ક્યાં સુધી ચાલતું રહેશે? આમ ને આમ તો ગીર ખતમ થઈ જશે. એ સમયે કરેલી બધી જ મહેનત પર પાણી ફરી જશે.
થોડા દિવસો પહેલાં વન મંત્રી અર્જુન મોઢવાડિયાને જ્યારે રાજાને અપાયેલી મંજૂરી અંગે સવાલ પૂછાયો ત્યારે તેમણે માઈક કાઢીને ચાલતી પકડી હતી અને કંઈપણ બોલવાનું ટાળ્યું હતું. આ ઘટના અંગે તેમણે કહ્યું કે, મને લાગે છે કે આ ઘટનામાં મંત્રી અને પોલિટિકલ વ્યક્તિ એટલા માટે નથી બોલી રહ્યા કેમ કે તેમને વોટ બેંક સંભાળવાની છે. માલધારીઓની મોટી વોટ બેંક છે. આ નિર્ણય પોલિટિકલ પ્રેશરમાં લેવાયો હોય તેમ લાગી રહ્યું છે.