જિલ્લા પંચાયતની રૂ. 3.50 લાખની ગ્રાન્ટમાંથી ગવરીદમં કોઝવેના કામનું ખાતમુહૂર્ત કરાયું
સિટી ન્યૂઝ@રાજકોટ
આજ રોજ રાજકોટ જિલ્લા પંચાયત સ્વ. ભંડોળની ૩.૫૦ લાખની ગ્રાન્ટમાંથી તાલુકાના ગવરીદ ગામના વસંતભાઈની વાડી પાસે કોઝવેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્ત પ્રસંગે રાજકોટ જિલ્લા પંચાયત બેડી-૩ સીટના સભ્ય પ્રતિનિધિ રાજેશભાઈ ચાવડા (રાજુભાઈ), ગવરીદ ગામના સરપંચ પ્રતિનિધિ મનીષભાઈ અજાણી, ગવરીદ ગામના ઉપ સરપંચ ભરતભાઈ, વિજયભાઈ, અશોકભાઈ, ગોપાભાઈ, વસંતભાઈ, રાજકોટ તાલુકા યુવા ભાજપના મહામંત્રી ઘનરાજભાઈ ડોડીયા, રાજકોટ તાલુકા પંચાયત સભ્ય પ્રતિનિધિ ઘનરાજભાઈ રાઠોડ, રાજકોટ તાલુકા ભાજપા પ્રમુખ કેયુરભાઈ ડોલરીયા, રાજકોટ તાલુકા ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ સુરેશભાઈ મકવાણા, કેશુભાઈ, પાર્થભાઈ, ધીરૂભાઈ, હસુભાઈ, રામજીભાઈ, વીરજીભાઈ, બ્રિજેશભાઈ, કિશોરભાઈ, અજયભાઈ સાગાઠીયા, મીત ગોહેલ તથા આગેવાનો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.