સિંગર કિંજલ રબારી મોલમાં પતિને મુકી પ્રેમી સાથે રફૂચક્કર
રાધનપુરમાં સિનાડા ગામે બે જ્ઞાતિ વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
સિંગરે અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર લખી કહ્યું, પતિ મુકેશ મારી જોડે બળજબરી કરતો
દેસાઈ સમાજના લોકોએ PSI એચ.વી. ચૌધરી ઉપર હુમલો કર્યો
કિંજલે અગાઉ પ્રેમી અશોક ચૌધરી સાથે લગ્ન કરી લીધા હતા જે પરિવારે દબાણથી અલગ કર્યા હતા
સિટી ન્યૂઝ@અમદાવાદ
સિંગર કિંજલ રબારી અપહરણ-લગ્ન કેસમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે, જેમાં બે જ્ઞાતિ સામસામે આવી હોઈ તેમ ઘાટ સર્જાયો છે અને આગામી દિવસોમાં મામલો વધુ ઉગ્ર બની શકે છે. જેમાં આજે (૭ સપ્ટેમ્બર) કિંજલના પિયર રાધનપુરના સિનાડા ગામે ૬૦ લોકોનું ટોળાએ ચૌધરી PSI પર હુમલો કરી દીધો હતો. તો બીજી તરફ કિંજલે અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર લખીને તે નું અપહરણ ના થયું હોવાનું જણાવ્યું છે. કિંજલે પત્રમાં લખ્યું છે કે, અશોક ચૌધરી સાથે ક્યારે છૂટાછેડા લેવા નહોતા, પરિવારે બળજબરીપૂર્વક હાઈકોર્ટમાં જવાબ અપાવ્યો હતો અને પરિવારે બળજબરીથી મુકેશ દેસાઈને સોંપી દીધી હતી અને તે મારી સાથે બળજબરી કરતો હતો.મહેસાણા હાધવે પર આવેલી વડવાળા છાત્રાલય ખાતે આજે રબારી સમાજની બંધ બારણો ચિંતન શિબિર યોજાઈ હતી. જેમાં એકબીજા સમાજે સામ સામે ના આવવા અપીલ કરાઈ છે.કિંજલ રબારી અભ્યાસ દરમિયાન રાધનપુર અપડાઉન કરતી ત્યારે અશોક ચૌધરીનો પરિચય થયો અને બાદમાં બંને વચ્ચે પ્રેમ
સંબંધ થતાં તેને ૨મે ૨૦૨૪ના રોજ હિન્દુ વિધિથી લગ્ન કર્યા હતા, પરંતુ પરિવારજનો આ સંબંધ ન સ્વીકારતાં તેમણે ૧૦ માર્ચ ૨૦૨૬ના રોજ ઘર છોડીને સાથે રહેવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ પરિવારે તેને બળજબરીથી ઘરે લઈ જઈ ગોંધી રાખીને મરજી વિરુદ્ધ કોર્ટમાં છૂટાછેડાની અરજી કરાવી હતી. બાદમાં કિંજલના મુકેશ દેસાઈ સાથે સમાજની વિધિ મુજબ લગ્ન કરાવ્યા.ત્યારે ગઈકાલે(૬ સપ્ટેમ્બર) અમદાવાદના ચાંદખેડામાં કિંજલ રબારીનું અપહરણ થયાની મુકેશ દેસાઈએ અમદાવાદ પોલીસને ફોન કરીને જાણ કરી હતી કે, અજાણ્યા શખ્સો કારમાં અપહરણ કરી લઈ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી CCTVની તપાસ કરતા કિંજલ જાતે જ કારમાં બેસતી જોવા મળી હતી.