મિટિંગમાં ટી-શર્ટ પહેરતા અધિકારીઓને નોટિસ
મહેસાણામાં અધિક કલેક્ટરનું કડક પગલું
- સીટી ન્યૂઝ@મહેસાણા
મહેસાણા જિલ્લા વહીવટી તંત્રમાં શિસ્તનો કડક અમલ જોવા મળી રહ્યો છે, જેમાં અધિક કલેક્ટર મયંક પટેલ દ્વારા લેવાયેલા એક કડક પગલાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. કલેક્ટર કચેરીમાં યોજાતી મહત્વની મિટિંગો દરમિયાન ડેપ્યુટી કમિશનર દર્શનસિંહ ચાવડા દ્વારા સરકારી પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. તેઓ વારંવાર ટી-શર્ટ પહેરીને મિટિંગમાં હાજર રહેતા હોવાથી અધિક કલેક્ટરે આ બાબતને ગંભીરતાથી લઈ તેમને સત્તાવાર રીતે નોટિસ ફટકારી છે. વહીવટી અધિકારીઓ માટે નિયત ડ્રેસ કોડનું પાલન કરવું ફરજિયાત હોતા છતાં કરવામાં આવેલી આ બેદરકારી સામે તંત્રએ લાલ આંખ કરી છે.
વારંવાર ટી-શર્ટ પહેરી આવતા હોવાની ફરિયાદો પ્રાપ્ત માહિતી અનુસાર, ડેપ્યુટી કમિશનર દર્શનસિંહ ચાવડા અગાઉ પણ ઘણી વખત મિટિંગમાં ટી-શર્ટ પહેરીને ઉપસ્થિત રહ્યા હતા. મિટિંગ જેવી સરકારી કામગીરીમાં અધિકારીઓનું આ પ્રકારનું કેઝ્યુઅલ વલણ અને ડ્રેસિંગ સેન્સ સરકારી ગરિમાને અનુરૂપ ન હોવાથી અનેકવાર ચર્ચાઓ જાગી હતી. વારંવારની સૂચનાઓ છતાં તેમની વર્તણૂકમાં કોઈ સુધારો ન જોવા મળતા, અંતે વહીવટી વડાએ શિસ્તભંગ કાર્યવાહીના ભાગરૂપે નોટિસ પાઠવવાનો નિર્ણય લીધો છે.
અધિકારીઓમાં ફેલાયો ફફડાટ મહેસાણા કલેક્ટર કચેરીમાં નોટિસની આ ઘટનાથી અન્ય અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.