Loading Please Wait !!!
કાલથી મોળાકત વ્રતનો પ્રારંભ..

  • બાળકો સારા વર મળે તે માટે શિવની પૂજા કરશે
  • બાળકો જવારા વાવ્યા બાદ ગોરમા અને જવારાનું પુજન કરી નાગલા ચૂંદડી ચડાવશે

સિટી ન્યૂઝ@રાજકોટ

કાલથી બાળકોઓ પવિત્ર 'મોળાકત વ્રત'નો પ્રારંભ થઈરહ્યો છે. આ સાથે જ શનિવારે દેવપોઠી એકાદશી, બુધવારે ગુરુપૂર્ણિમા અને આગામી સોમવારથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ થશે. આષાઢ સુદ અગીયારસને ૨૫ જુલાઈથી શરૂ થતાં મોળાકત વ્રતમાં બાળકોો ૫ દિવસ સુધી માતા પાર્વતી અને શિવજીની આરાધના કરશે. તા.૨૭ને સોમવારથી

જયાપાર્વતીનું વ્રત શરૂ થશે.જેમાં કુંવારિકાઓ મનગમતા ભરથાર પ્રાપ્ત કરવા માટે આ વ્રત રહેતી હોય છે. તા.૩૧ને શુક્રવારે રાત્રે જયાપાર્વતી વ્રતનું યુવતીઓ આખી રાતનું જાગરણ કરશે.મોળાકત વ્રત માટે શાસ્ત્રી રાજદીપ જોષીએ જણાવ્યું હતું કે, પુરાણ અનુસાર બાળકોો આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવાથી નિશ્ચિત યોગ્ય ઉંમરે સારો-સંસ્કારી પતી મળે અને સુખી દંપતીજીવન અવશ્ય થાય છે.

કન્યાઓએ આટલી વસ્તુ કરવાની રહેશે

અષાઢ સુદ અગીયારસથી આષાઢી પૂનમ (કુલ ૫ દિવસ) સુધી રહેશે. માટીના પાત્રમાં ઘઉં/જય વાવીને 'જવારા' ઉગાડવા. જ્વારાનું રોજ સવારે પૂર્જન કરી જળ અર્પણ કરવું અને દીવો પ્રગટાવવો. બાળકોો અને કુંવારિકાઓ માતા પાર્વતી અને ભગવાન શિવની પૂજા-અર્ચના કરવી. ૫ દિવસ સુધી મીઠા(નમક) વગરનો અલ્લુણા ખોરાક કરવાનો રહેશે. અષાઢ સુદ પૂનમને તા.૨૮ જુલાઈને બુધવારે આખી રાતનું જાગરણ અને ગરબા/રમત રમશે. છેલ્લે જ્વારાનું પવિત્ર જળાશયમાં વિસર્જન કરવું.

એકાદશી, જયા પાર્વતી વ્રત અને ગુરૂપૂર્ણિમાનું મહત્ત્વ

  • ૨૫ જુલાઈ, દેવપોઠી એકાદશી: હિન્દુ સાધુ-સંતો એક જ સ્થળે સ્થિર થઈ તપ-સાધના કરે છે અને લોકો પ્રત-નિયમો પાળે છે.

  • ૨૭ જુલાઈ, સોમવાર જયા પાર્વતી વ્રત: પૌરાણિક કથા મુજબ માતા પાર્વતીએ ભગવાન શિવને પતિરૂપે પામવા માટે આ વ્રત કર્યું હતું.

  • ૨૮ જુલાઈ, ગુરૂપૂર્ણિમા: ચાર વેદોનો વિભાગ કરનાર અને મહાભારત જેવા ગ્રંથના રચયિતા મહર્ષિ વેદવ્યાસનો જન્મદિન હોવાથી તેમને આદિગુરુ માનીને પૂજન થાય છે.