Loading Please Wait !!!
રાજકોટ સ્ટેશને કેટરિંગ સેવાઓનું સઘન નિરીક્ષણ કરાવ્યું

  • સિનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ
  • સિટી ન્યૂઝ@રાજકોટ

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા મુસાફરોને સુરક્ષિત, સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત કેટરિંગ સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે ચાલી રહેલા અભિયાન અંતર્ગત સીનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ રાજકોટ રેલવે સ્ટેશન પર વિવિધ કેટરિંગ સ્ટોલનું સઘન નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન ખાધ અને પેય પદાર્થોની ગુણવત્તા, જથ્થો, સ્વચ્છતા, ભાવપત્રક, ખાદ્યસામગ્રીની જાળવણી તેમજ મુસાફરોને આપવામાં આવતી સેવાઓની બારીકાઈથી સમીક્ષા કરવામાં આવી હતી. સંબંધિત અધિકારીઓ અને કેટરિંગ સંચાલકોને મુસાફરોને નિર્ધારિત ધોરણો મુજબ તાજું, સ્વચ્છ અને ઉચ્ચ ગુણવત્તાવાળું ભોજન ઉપલબ્ધ કરવાવા તેમજ ખાધ સુરક્ષા અને સ્વચ્છતાના તમામ નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ ટ્રેન નંબર ૧૫૬૩૫ ઓખાગુવાહાટી એક્સપ્રેસની પેન્ટ્રીકારનું પણ ગહન નિરીક્ષણ કરવામાં

આવ્યું હતું. આ દરમિયાન ભોજનની ગુણવત્તા અને જથ્થા ઉપરાંત ખાદ્યસામગ્રીના સંગ્રહ, રસોડાની સ્વચ્છતા, ભોજન તૈયાર કરવાની અને પીરસવાની પ્રક્રિયા તેમજ મુસાફરોને અપાતી કેટરિંગ સેવાઓની વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી. નિરીક્ષણ દરમિયાન ફરજ પરના કર્મચારીઓને વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા, ખાધ સુરક્ષા ધોરણોનું પાલન કરવા, ભોજનની સલાગત હેન્ડલિંગ કરવા તેમજ મુસાફરો સાથે નમ્ર અને સૌહાર્દપૂર્ણ વર્તન રાખવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત સમયસર અને ગુણવત્તાયુક્ત સેવા પૂરી પાડવા પણ ભાર મૂકવામાં આવ્યો હતો. રાજકોટ ડિવિઝન દ્વારા જણાવાયું છે કે મુસાફરોને સુરક્ષિત, સ્વચ્છ અને ઉચ્ચ ગુણવત્તાવાળી કેટરિંગ સેવાઓ મળી રહે તે માટે નિયમિત મોનિટરિંગ, ગુણવત્તા તપાસ અને આકસ્મિક નિરીક્ષણની કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે.