Loading Please Wait !!!
ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર જે દવાના મળે તે ઓનલાઈન હાજરાહજૂર

  • સિસ્ટમ ફેલ: AIની આડમાં નકલી પ્રિસ્ક્રિપ્શનથી ખુલ્લેઆમ વંચાય છે પ્રતિબંધિત દવાઓ
  • AI જનરેટેડ પ્રિસ્ક્રિપ્શનથી હોમ ડિલિવરી કરવામાં આવે છે: મોબાઈલ એપ પર માત્ર 6 દર્દીનું નામ-ઉંમર પૂછીને બીજા જ દિવસે દવા મોકલી દેવાય છે

સિટી ન્યૂઝ | અમદાવાદ

ગંભીર બીમારીઓમાં ઉપયોગ લેવાતી દવાઓના ઓનલાઈન વેચાણ માટે પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત હોય છે, પરંતુ ઓનલાઈન દવા વેચતા પ્લેટફોર્મ પર એઆઈ જનરેટેડ પ્રિસ્ક્રિપ્શનથી દવાઓની હોમ ડિલિવરી થઈ રહી છે. આટલું જ નહીં જો ઓનલાઈન પ્રિસ્ક્રિપ્શન ન હોય તો પણ મોબાઈલ ફોન પર માત્ર ડોક્ટરના કોલના આધારે ગંભીર બીમારીઓની દવા મળી રહી છે. આ કોલની વ્યવસ્થા ઓનલાઈન દવા વેચતા પ્લેટફોર્મ દ્વારા જ કરવામાં આવે છે. ઓનલાઈન દવાનું આ રીતે ખરેખર વેચાણ થઈ રહ્યું છે તે તપાસવા માટે ભાસ્કરએ એઆઈ જનરેટેડ પ્રિસ્ક્રિપ્શન બનાવીને ઓનલાઈન દવાનું ઓર્ડર આપ્યો હતો તો તેની ડિલિવરી થઈ ગઈ હતી. છેલ્લા એક વર્ષ દરમિયાન દવાના વેચાણને વધુ નિયંત્રિત કરવા કેન્દ્ર સરકાર અને નિયામક સંસ્થાઓ દ્વારા સાતથી વધુ નિયમ અમલી બનાવાયા છે. તમામ નિયમનો હેતુ પ્રિસ્ક્રિપ્શનવગરની દવાનો બિનજરૂરી અને અનધિકૃત ઉપયોગ અટકાવવાનો છે. એક સર્વે મુજબ ગુજરાતમાં અંદાજે ૨૧ ટકા લોકો ઓનલાઈન દવા મગાવે છે. મોબાઈલ એપ પર માત્ર દર્દીનું નામ-ઉંમર પૂછીને બીજા જ દિવસે દવા મોકલી દેવાય. ગૂગલ પરથી ડોક્ટરના લેટરહેડની પ્રિન્ટ કાઢી તેમાં પ્રતિબંધિત દવાના નામ લખી ઓર્ડર કરાયો, જેના આધારે દવાની ડિલિવરી થઈ. ઉપરાંત એઆઈ જનરેટેડ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનથી પણ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી મગાવેલી ગંભીર બીમારીની દવા મળે છે.

હડતાળમાં ઓનલાઈનનો વિરોધ થયો હતો મેમાં રાજ્યભરમાં થયેલી દવાઓની દુકાન અને કેમિસ્ટની હડતાળમાં ઈ-ફાર્મસીનો વિરોધ થયો હતો. તેમણે કહ્યું હતું કે, ઈ-ફાર્મસી પ્લેટફોર્મ પર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન યોગ્ય રીતે ચકાસણી થતી નથી અને નશાકારક દવાનું વેચાણ થાય છે.

કઈ દવા માટે પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત? શેડ્યૂલ Hની એઝિથ્રોમાયસિન, એમોક્સિસિલિન, ગેબાપેન્ટિન જેવી એન્ટિબાયોટિક દવાઓ, શેડ્યૂલ H૧ની ટાઈફોઈડ, પેટના ઈન્ફેક્શન માટે વપરાતી સેફિક્સિમ, સિપ્રોફ્લોક્સાસિન, મગજ અને ચેતાતંત્રની બીમારીના ઈલાજ માટે વપરાતી શેડ્યૂલ Xની મોર્ફિન, ફેન્ટેનિલ, મેથાઈલફેનિડેટ દવા માટે પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત છે.

ઓનલાઈન પ્લેટફોર્મ માટે કડક નિયમ લાવો આજે યુવાનોમાં ઓનલાઈન દવા મગાવવાનો અને તેનો દુરુપયોગ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. સરકારે પણ ઓનલાઈન પ્લેટફોર્મ પર પ્રિસ્ક્રિપ્શનવાળી દવાના ગેરકાયદે વેચાણને કેવી રીતે અટકાવી શકાય તે અંગે વધુ કડક વ્યવસ્થા કરવી જોઈએ.

રિપોર્ટરને દર્દી બનીને દવા મગાવી ત્યારે ઈ-ફાર્મસી તરફથી ફોન આવ્યો

  • ડો. હર્ષવર્ધન: હેલો, ગુડ ઈવનિંગ. નમસ્કાર.

  • દર્દી: કોણ?

  • ડો. હર્ષવર્ધન: મારું નામ ડો.હર્ષવર્ધન છે, હું નેટમેડ્સ તરફથી કોલ કરી રહ્યો છું.

  • દર્દી: અચ્છા, હા મેં દવા મગાવી હતી.

  • ડો. હર્ષવર્ધન: તમે જ ઓર્ડર આપ્યો છે?

  • દર્દી: હા.

  • ડો. હર્ષવર્ધન: કન્ફર્મેશન કોલ છે મેડમ.

  • દર્દી: હું જ છું. મેં જ ઓર્ડર આપ્યો હતો.

  • ડો. હર્ષવર્ધન: તમારી ઉંમર?

  • દર્દી: ૨૪.

  • ડો. હર્ષવર્ધન: તકલીફ ન્યુરોપેથિક પેઈન (મગજના દુખાવા) માટેની છે બે?

  • દર્દી: હા.

  • ડો. હર્ષવર્ધન: મેડસગ્રેલિન ગાબાપેન્ટિન ૧૦૦mg ટેબ્લેટ મેડમ, ડોક્ટર સાથે છેલ્લું કન્સલ્ટેશન ક્યારે થયું હતું?

  • દર્દી: હું તો આ દર મહિને લઉં જ છું.

  • ડો. હર્ષવર્ધન: થેન્ક્યુ મેડમ. હું પ્રિસ્ક્રિપ્શન સબમિટ કરી રહ્યો છું.