પાટીદારોએ જ હંમેશા સરકાર બનાવેલી છે !
હું લેઉવા પટેલ કે પાટીદારોનો સાથ આપું તો હું કંઈ ખોટું નથી કરતો: હું મારા સમાજને અમારા અધિકાર અપાવવાની કોશિશ કરું છું
સિટી ન્યૂઝ@રાજકોટ
ગુજરાતનું રાજકારણ હોય કે ચૂંટણીનો જંગ જામ્યો હોય. બધામાં એક નામ ચર્ચામાં રહે છે. એ નામ છે નરેશ પટેલ, પાટીદારોના પાવર સેન્ટર ખોડલધામના ચેરમેન. ભલભલા રાજકારણીઓને ભૂ પીડાવવી દે તેવું વાકચાતુર્ય અને મેનેજમેન્ટ નરેશ પટેલના કોઠામાં છે. ૨૦૧૭ની ચૂંટણી વખતે ભાજપ-કોંગ્રેસના નેતાઓ તેમને મનાવા લાઇન લગાવતા હતા એ દ્રશ્યો તગે કદાચ ભૂલ્યા નહીં હો. દિવ્ય ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યૂમાં નરેશ પટેલે ખોડલધામમાં અનાર પટેલની એન્ટ્રી, જયેશ રાદડિયા સાથેના વાકુય્ધ, ભાજપ-કોંગ્રેસની વિચારધારા સહિત ઘણા મુદ્દાઓ અંગે મોકળા મને વાતચીત કરી છે.
પ્રશ્ન: ચૂંટણી આવે એટલે નરેશ પટેલ ચર્ચામાં હોય છે. તેનું કારણ શું છે?
નરેશ પટેલ: એનું કારણ અમારો સમાજ છે. જે સમાજ સૌથી વધુ વસતિમાં હોય, એ સમાજ કોઇપણ ચૂંટણીમાં હંમેશા કેન્દ્રબિંદુમાં આવે.
પ્રશ્ન: તમે કેમ સક્રિય રાજકારણમાં નથી આવતા?
નરેશ પટેલ: મુખ્ય ૨ કારણ છે. પહેલું કારણ એ છે કે હું રાજકીય જીવ નથી. સામાજિક સેવા કરતાં ક્યાંક મારે રાજકીય વાતાવરણમાં સામે થવું પડ્યું છે. એક સમય એવો આવ્યો હતો કે મને ઘણી બધી ઓફર પણ થઈ હતી. એકાદવાર મન બન્યું હતું પણ પછી પણ એમ થયું કે હું સાગાજિક વ્યવસ્થામાં છું અને કૌટુંબિક વ્યવસ્થામાં છું. એ વ્યવસ્થા ઉત્તમ છે.
પ્રશ્ન: એક સમયે રાજકારણમાં ‘જોડાવાનું’ તમારું મન બની ગયું હતું, તમે ક્યો પક્ષ પસંદ કરત? કોની વિચારધારા સાથે જવાના હતા?
નરેશ પટેલ: (હસતા હસતા) એ પ્રશ્ન અઘરો છે. હું સ્વતંત્ર વિચારનો છું. હું ક્યારેય કોઈ વિચારધારામાં વહેતો નથી. હું એવું માનું છું કે સારા લોકોથી સારું સંચાલન થાય અને નીચેના લોકો સુધી કામો પહોંચે.
પ્રશ્ન: તમને કોની વિચારધારા ગમે? ભાજપ કે કોંગ્રેસ?
નરેશ પટેલ: બન્નેમાં કંઈક સારું છે, કંઈક ખરાબ છે. ક્યારેય કોઈ માણસ, પાર્ટી કે સંસ્થા બધી રીતે બરાબર ન હોય.
પ્રશ્ન: આવનારી ચૂંટણીમાં શું તમે સક્રિય રાજકારણમાં દેખાશો?
નરેશ પટેલ: બિલકુલ નહીં.
પ્રશ્ન: એક સગયે તમારી અને જયેશ રાદડિયા વચ્ચે એકબીજાનાં નામ લીધા વગર વાકુયુધ્ધ થતા હતા, એ અદરાગ શું હતો?
નરેશ પટેલ: મેં કોઈ દિવસ કોઈ વાક્યનો પ્રયોગ નથી કર્યો. જયેરો કર્યા હોય તો એને તો બનેર હોથ. વિઠ્ઠલભાઈ મારા અંગત મિત્ર હતા. તેની સાથે મારે ભાઈ જેવું બનતું. જયેશ પણ મારો દીકરો જ કહેવાય. રાજકીય બાબતોમાં ક્યાંકને ક્યાંક તેને એવું લાગ્યું હોય કે હું તેને આડે આવતો હોઉં. આ મુઝે પણ અમારે વાતચીત થઈ ગઈ. જેમાં એવી કોઈ બાબત નહોતી. હવે ફરીથી એક પ્લેટફોર્મ ઉપર અમે બન્ને આવ્યા છીએ.
પ્રશ્ન: જયેશ રાદડિયાના ક્યાં મનદુખ થયું હતું?
નરેશ પટેલ: એવી કોઈ વાત થઈ નહોતી. એવું નક્કી કર્યું હતું કે ભૂતકાળમાં જે પણ બની ગયું તેને આજે ભૂલી જવાનું અને નવેસરથી આપણે જેમ હતા તેજ જ રહેવાનું. મતભેદ હોય શકે, મનભેદ ક્યારેય ન હોય. આપણે હંમેશા ભવિષ્ય જોવાનું હોય. ભવિષ્ય જોઈને આગળ વધીએ તો રાજકીય રીતે અને દરેક સમાજને ફાયદો છે.
પ્રશ્ન: ખોડલધામમાં અનાર પટેલની એન્ટ્રી પાછળનું મુખ્ય કારણ શું? એ દિવસે તમે કહ્યું હતું કે પ્રોટોકોલ તોડીને હું આ જાહેરાત કરું છું.
નરેશ પટેલ: એ સ્ટેજ પરનો કાર્યક્રમ હતો. પ્રોટોકોલ તોડવાની વાત એટેલ કરી હતી કેમ કે હું ક્યારેય જાહેરાત કરતો નથી પણ અનારબેનની જાહેરાત મારે સંગઠન અધ્યક્ષ તરીકે કરવાની થઈ એટલે મારે પ્રોટોકોલ તોડવો પડ્યો. મેં એ જાહેરાત એટલા માટે કરી કે અનારબેનને મહિલા સશક્તિકરણ તરીકે પ્રસ્થાપિત કરવા હતા. ખોડલધામ આવો દાખલો બેસાડે કે આટલી મોટી સંસ્થામાં એક મહિલા પણ સંગઠન અધ્યક્ષ બની શકે.
પ્રશ્ન: તો એવું કહી શકાય કે ૨૦૨૬માં અનારબેન ખોડલધામ તરફથી રજૂ થશે?
નરેશ પટેલ: હું નથી માનતો. મારે તેમની સાથે આવી ફ્રાસર્ચ ચર્ચા નથી થઈ.
પ્રશ્ન: જે-તે સમયે આનંદીબેન પટેલને મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપવું પડ્યું હતું. તમને આમાં કોનો રોલ લાગે છે? દોષ તો ઘણો હતો, દુઃખની વાત છે, જે કોઈનો રોલ હતો અથવા હશે, તેને કુદરત ક્યારેય છોડશે નહીં.
પ્રશ્ન: શું તમારી એવી કોઈ માંગ છે કે ૨૦૨૬ની ચૂંટણીમાં ગૌંડલ બેઠક પરથી કોઈ પાટીદાર નેતાને ટિકિટ મળે?
નરેશ પટેલ: ક્યારેય ખોડલધામની કોઈ માંગ નથી હોતી. કોઇપણ પાર્ટી અમને અમારા અધિકારો આપે એમાં હંમેશા અમને સંતોષ હોય છે. ગૌંડલમાં કોને ટિકિટ આપવી એ દરખ્યાસતે પાર્ટી જ નક્કી કરે છે. કોઇપણ પાર્ટીમાં ફક્ત ભલામણ જ કરી શકાય પછી પાર્ટી જ નક્કી કરે છે. પાર્ટી એક જ વાત વિચારતી હોય કે અમને વધારે ધારાસભ્યો ક્યાંથી ગમે.