‘રંગીલું’ રાજકોટ ‘બે રંગી’ તરફ; નાઈટ પેટ્રોલિંગમાં 42 શખ્સો છરી-હથિયાર સાથે ઝડપાયા
- ગૂનાખોરી વચ્ચે હથિયારોનું કેન્દ્ર બન્યું શહેર
- લોકોમાં ભયનો માહોલ હથિયારોનું હબ બની ગયું
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેરમાં સામસામા બોલાચાલી બાદ છરી વડે હુમલો કરવાની વધતી ઘટનાઓને પગલે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા અને અધિક પોલીસ કમિશનર ચૈતસ્ય મંડલીકની સૂચનાથી નાઈટ પેટ્રોલિંગની ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન એ ડિવિઝન પોલીસે એક શખ્સને, થોરાળા પોલીસે ૬ શખ્સને, પ્રધુમનનગર પોલીસે ૫ શખ્સને, ગાંધીગ્રામ પોલીસે ૪ શખ્સને, યુનિર્વસિટી પોલીસે ૮ શખ્સને, માલવિયાનગર પોલીસે ૧૧ શખ્સને અને તાલુકા પોલીસે ૪ શખ્સને છરી કે અન્ય તીક્ષ્ણ હથિયાર સાથે ઝડપી પાડી કુલ ૪૨ શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરમાં આવી છે.ઝુંબેશ દરમિયાન એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કાર્તિક દીપભાઈ ગોહેલ જાહેર રસ્તા પર છરી સાથે ઝડપાયો હતો. જ્યારે થોરાળા પોલીસે છરી રાખવા બદલ રોહિત ઉર્ફે માધોરો રાજીભાઈ મકવાણા, રવિ ઉર્ફે દલુ મનસુખભાઈ સોલંકી, જયદીપ મનસુખભાઈ ફતેપરા, મયુર ઉર્ફે બુરો ભૂપતભાઈ ઓળીકીયા, નીતીન વિનોદભાઈ દેગામા, સચીન મહેશભાઈ ચાવડા, આઝાદ દીપભાઈ સોલંકી, ભાવેશ મગનભાઈ ભવા અને અખ્તરુશહેન અબ્દુલભાઈ સુમરા સહિત કુલ ૯ આરોપીની અટકાયત
કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રધુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન જાહેર માર્ગો પર તીક્ષ્ણ છરી સાથે નીકળેલા કેવલ સંજયભાઈ હદવાણી, વિજયભાઈ દેવજીભાઈ ફોળી, ઘનશ્યામ હસમુખભાઈ સોલંકી, અજીતાભાઈ હમીરભાઈ મઢવાણા અને અજયભાઈ ધનજીભાઈ પાટડીયા નામના પ શખ્સોને હથિયારબંધ્રી ભંગ બદલ પકડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની ટીમે કાર્યવાહી કરીને રાધે ચા અને ઘેટીશ્વર અને રેયા ચોકડી સહિતના વિસ્તારોમાંથી લાલા પિરામભાઈ સાધિયા, ગૌતમ ભીખુભાઈ રામાણી, સાગર બીપીનભાઈ હેરમાં તથા ફારૂક બસીસભાઈ મલેક મળી કુલ ૪ શખ્સને ગેરકાયદે છરી સાથે રોકી તાલુકા, ગૌતમ ભીખુભાઈ રામાણી, સાગર યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કેવલદાસ આવાડા, રેયાગામ, રેયાધાર અને ગુરૂજીનગર આસપાસના વિસ્તારોમાંથી રોહન રમેશભાઈ સોની-નેપાલી, ભાવિન મનોજભાઈ ભોલા- સુથાર, અમીત મંગલભાઈ પરમાર, પ્રશાંત વિનોદરાય શિમેજીયા-સોની, પાર્થ અતુલભાઈ નિમાવત-બાવાજી, ગિરીશ માલજીભાઈ વાઘેલા, વિક્રમ રમેશભાઈ બીક સોની-નેપાલી અને મિતેશ રમેશભાઈ પરમાર એમ કુલ ૮ શખ્સોને છરી સાથે અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
- ક્રાઇમ બ્રાન્ચે 4 હથિયાર સાથે બેને ઝડપી લીધા
રાજકોટમાં ગેરકાયદે હથિયારોની હેફ્ફેરી ડામી દેવાની સૂચના અન્વયે ડીસીબીએ કુવાડવા રોડ પરથી બે શખ્સોને આંતરીને પોલીસે દેશી બનાવટની ૩ પિસ્તોલ અને ૧ તમંચો મળી કુલ રૂ. ૬૦,૦૦૦નો ગેરકાયદે રાસ્રો જથ્થો કબજે કરી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી ફ્યાર શખ્સની શોધખોળ આદી છે.કાફ્મી બ્રાન્ચના પી.એસ.આઈ. એ.એન. પરમાર અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશ તરફથી લાવવામાં આવેલા ગેરકાયદે હથિયારો સાથે બે શખ્સો કુવાડવા રોડ પરથી પસાર થવાના છે. બાતમીના આધારે પોલીસે કુવાડવાથથી વાંકાનેર તરફ જતા હાઈવે પર વોચ ગોઠવી હતી. દરમિયાન વિજય મસરૂભાઈ બાવળીયા રહે. ટીકવાણી, જી. સુરેન્દ્રનગર) અને ર્પિલાભાઈ ઉર્ફે વિપુલભાઈ કાગડીયાબાઈ રણવા રહે. ગાંધીયા, જી. છોટાઉદેપુને દબોચી લઈ ઝડપી લેતા વિજય પાસેથી ૧ પિસ્તોલ અને રિપલા પાસેથી ૨ પિસ્તોલ તથા ૧ તમંચો મળી આવ્યા હતા.પોલીસોની પૂછપરછમાં આરોપીઓએ ખુલાસો કર્યો હતો કે, સુરેન્દ્રનગરમાં મજૂરી કામ કરતી વખતે બંને વચ્ચે પરિચય થયો હતો. પોતાના શોખ અને જરૂરિયાત પૂરી કરવા માટે તેઓ આશરે બે વર્ષ પહેલાં મધ્યપ્રદેશમાંથી આ હથિયારો ખરીદીને લાવ્યા હતા. તેમજ પકડાયેલા વિજય બાવળીયા અગાઉ પણ સાબરકાંઠા જિલ્લામાં પ્રೊહિબિશન અને સુરેન્દ્રનગરમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.