રાજકોટમાં 9.86 લાખના ડ્રગ્સ સાથે કુખ્યાત શખ્સ ઝડપાયો
- મેફેડ્રોન, ચરસ, હાઈબ્રિડ ગાંજાના જથ્થા સાથે નામચીન શખ્સને એસઓજીએ દબોચી લીધો
- માદક પદાર્થમાં વધુ ઓરિસ્સા, અમદાવાદ અને થાનગઢના શખ્સોના નામ ખુલતા શોધખોળ હત્યાના ગુનામાં 14 વર્ષ જેલવાસ ભોગવ્યો હતો : આઠ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે
સિટી ન્યૂઝ@રાજકોટ
શહેરમાં માદક પદાર્થની હેરાફેરી અટકાવવાના પોલીસસના અભિયાન દરમ્યાન એસઓજીની ટીમે જંક્શન પ્લોટમાં લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટીમાં પારસ અપાર્ટમેન્ટમાં દરોડો પાડી નામચીન શખ્સને રૂ.૯.૮૬ લાખની કિંમતના અલગ અલગ માદક પદાર્થના જથ્થા સાથે ઝડપી લઈ તેની પુછતાછ કરતા ઓરિસ્સા,અમદાવાદ અને થાનગઢના શખ્સોના નામ ખુલતા પોલીસે ત્રિપુટીને ઝડપી લેવા દોડધામ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જંક્શન પ્લોટમાં લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટીમાં પારસ અપાર્ટમેન્ટમાં રહેતો નામચીન માદક પદાર્થની હેરાફેરી કરતો હોવાની માહિતીને આધારે પીઆઈ ચૌધરી, પીએસઆઈ જાડેજા સહીતની ટીમે દરોડો પાડી તપાસ કરતા ફ્લેટમાંથી મેફેડેરોન (એમ.ડી.) ડ્રગ્સ, ચરસ, હાઈબ્રિડ ગાંજો અને સુકા ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે રમેશ ઉર્ફે મુઝો કેવડામલ ગુલવાનીની અટકાયત કરી તેની સામે ફરિયાદ કરતા પ્રનગર પોલીસ મથકના પીઆઈ મકવાણા સહીતની ટીમે ગુનો નોંધી આરોપીની
ધરપકડ કરી તેની પાસેથી રૂ.૫.૭૦ લાખની કિંમતો ૧૬૦,૫૯૦ ગ્રામ ડ્રગ્સ,રૂ.૩.૨૪ હજારની કિંમતનો ૯૮.૦૩ ગ્રામ ચરસ,રૂ.૨.૮૦ લાખની કિંમતનો ૮૦.૧૩૦ ગ્રામ હાઈબ્રિડ ગાંજો,રૂ.૩.૮૬ હજારની કિંમતનો ૧.૭૩૦ કિ.ગ્રા. સુકો ગાંજો સે મોબાઈલ સહીત કુલ રૂ.૯.૮૬ લાખની મતા કબજે કરી વધુ કાર્યવાહી કરી છે.
પોલીસની પુછતાછમાં એશ ઉર્ફે મુઝ્રો ભૂતકાળમાં હત્યાના ગુનામાં ૧૭વર્ષ જેલની સજા ભોગવી ચુક્યો છે અને છેલ્લા ચાર વર્ષથી જેલ બહાર આવી કોઠારીયા રોડ પરના હુડકો ક્વાર્ટરમાં માતા સાથે રહેતો હતો.તે દરમ્યાન તે માદક પદાર્થનો નશો કરવાની કુટેવ પડી હતી દરમ્યાન આગળો જેલવાસ દરમ્યાન તેનો પરિચય થાના ફારુક નામના શખ્સ સાથે થયો હોય જેથી તે મંગળવારે રાત્રે દ ભાઈ લઈને થાના ગયો હતો અને ફારુકના માણસ ગગુ પાસેથી એમ.ડી. ડ્રગ્સ લાવ્યો હતો અને ચરસ અને સુકો ગાંજો તેને ઓરિસ્સાથી ગોપાલગીરી નામના સાધુ પાસેથી લઈ આવ્યો હતો અને શાઈબ્રીક ગાંજો તેને અમદાવાદના પ્રવિતા ઉર્ફે પવો નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનુ રુટન કરતા પોલીસે તપાસ કરતા આરોપી અગાઉ હત્યાના ગુનામાં સજા થતા ૧૪ વર્ષ જેલમાં રહ્યો હતો અને ચારેક વર્ષથી બહાર આવ્યા બાદ કોઠારીયા રોડ પર હુડકો ક્વાર્ટરમાં માતા અને ભાઈ સાથે રહેતો હતો તે દરમ્યાન ગુનેગારો સાથે બેઠક હોઈ માદક પદાર્થના નશાની કુટેવ પડી હતી બાદમાં રિક્ષા ચલાવતો હોય છેલ્લા એક વર્ષ થી માદક પદાર્થ લઈ આવી છુટક વેચતો હોવાનુ રટણ કરતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.