Loading Please Wait !!!
રાજકોટ ‘બિમાર’ મચ્છરોનું ‘રાજ’

  • રોગચાળો બેકાબુ: મચ્છર અને પાણીજન્ય રોગચાળો ચારે કોર ફેલાયો
  • તંત્રએ 262 ઘરોમાં ફોગિંગ કર્યું, મચ્છર ઉત્પત્તિ કરતા 101 રહેણાંક અને 271 કોમર્શિયલ આસામીઓને નોટિસ ફટકારી

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ચારેકોર ફેલાતાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે. બદલાતા હવામાન અને માનવીય બેદરકારીના કારણે શહેરમાં શરદી, ઉધરસ, તાવ અને ઝાડા-ઉલ્ટીના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ૨૦/૦૭/૨૦૨૬ થી ૨૬/૦૭/૨૦૨૬ દરમિયાન માત્ર એક જ અઠવાડિયામાં સામાન્ય તાવના ૯૧૬, શરદી-ઉધરસના ૮૭૯ અને ઝાડા-ઉલ્ટીના ૪૧૭ કેસો નોંધાયા છે. આ ઉપરાંત ટાઈફોઈડના ૨ અને કમળાનો ૧ કેસ પણ સામે આવ્યો છે, જેના કારણે પ્રજામાં ભારે ચિંતા વ્યાપી છે.

ડેન્ચ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોને અટકાવવા માટે RMC ના આરોગ્ય વિભાગ દ્વારા ધનિષ્ઠ અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે. મચ્છરોનું જીવનચક્ર ટૂંકું હોવાથી અને ચોખ્ખા પાણીમાં તેમની પુન ઉત્પત્તિ ઝડપી થતી હોવાથી તંત્ર દ્વારા ૨૧,૨૨૩ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત મચ્છરોની ઘનતા વધુ હોય તેવા વિસ્તારો, જાહેર રસ્તાઓ અને સંવેદનશીલ સોસાયટીઓમાં પહિકલ માઉન્ટેડ મશીન દ્વારા ૨૬૨ ઘરોમાં ફોગિંગ હાથ ધરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા રહેણાંક સિવાયની કચ્છ જેટલી પ્રિમાઈસીસની પણ આકસ્મિક તપાસ કરવામાં આવી હતી.

મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે મહાનગરપાલિકા દ્વારા બાયલોઝ અંતર્ગત કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન મચ્છરના પોરા મળી આવતા ૧૦૧ રહેણાંક અને ૨૭૧ કોમર્શિયલ મળી કુલ ૩૭૨ આસામીઓને નોટિસ ફટકારી વહીવટી ચાર્જ વસૂલાવાની કાર્યવાહી કરવામાં આવી છે. ડેન્ચ્યુ ફેલાવતા એડીસ મચ્છર દિવસના સમયે કરતા હોવાથી અને શાળાઓ, હોસ્પિટલો, બાંધકામ સાઈટો જેવા સ્થળોએ જોખમ વધુ હોવાથી તંત્ર દ્વારા આવી તમામ જગ્યાઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે.

બીજી તરફ પાણીજન્ય રોગચાળાને નાથવા માટે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફિલ્ડ સ્ટાફ દ્વારા ૨,૬૪,૮૫૫ જેટલી વસ્તીનો સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વે દરમિયાન નાગરિકોને પીવાના પાણીની સુરક્ષા માટે ૮,૨૦૩ ક્લોરીન ટેબ્લેટ અને ૧,૩૩૫ ORS પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે તેમજ ૩,૧૭૩ જેટલા RC ટેસ્ટ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા લોકોને પોતાના ઘર અને આસપાસના વિસ્તારમાં સાફ-સફાઈ રાખવા તથા પાણી ભરાઈ રહેવા ન દેવા અપીલ કરવામાં આવી છે.

  • શરદી-ઉધરસ 879 કેસ

  • તાવ 916 કેસ

  • ઝાડા-ઉલ્ટી 417 કેસ

  • ટાઈફોઈડ 2 કેસ

  • કમળાનો 1 કેસ

મ્યુનિસિપલ કમિશનરએ રૈયાધાર WTP ખાતે પાણીની ગુણવત્તાની ચકાસણી કરી

રાજકોટ શહેરના નાગરિકોને શુદ્ધ અને સલામત પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ રૈયાધાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP) ખાતે રૂબરૂ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન કમિશનરએ પ્લાન્ટની કામગીરીની સમીક્ષા કરી તેમજ પીવાના પાણીની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ક્લોરિનેશનની પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત ક્લોરિનેશન સેમ્પલની સ્થળ પર જ ચકાસણી કરી જરૂરી સૂચનો આપ્યા

હતા.કમિશનરએ અધિકારીઓને પાણી શુદ્ધિકરણ પ્રક્રિયા નિયમો મુજબ સતત જાળવી રાખવા, ક્લોરીનનું પ્રમાણ નિર્ધારિત ધોરણો અનુસાર જાળવવા તેમજ પાણીની ગુણવત્તાની નિયમિત ચકાસણી કરવામાં આવે તે અંગે સૂચના આપી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકોને સ્વચ્છ, શુદ્ધ અને આરોગ્યપ્રદ પીવાનું પાણી સતત ઉપલબ્ધ કરાવવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહી છે.