રાજકોટ સ્માર્ટ સિટી કે ડેન્જર સિટી?
નાનામૌવા સર્કલ પાસે તંત્ર નિંદરમાં
૪ દિવસથી રોડ પર ‘ભયજનક બોર્ડ’; અકસ્માતનો ખતરો
કોર્પોરેશનની મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની સ્માર્ટસિટીના શહેરોમાં ગણના કરવામાં આવે છે ત્યારે કોર્પોરેશનનું તંત્ર પણ નકર કામગીરી કરી હોય તેવો દેખાડો કરવામાં હોશિયાર ગણાય છે ત્યારે ચોમાસા પૂર્વે કોર્પોરેશન દ્વારા મોન્સૂન કામગીરી કરી હોવાનું કોર્પોરેશન દ્વારા શહેરીજનોને જણાવી છે પરંતુ, હજુ ચોમાસાની સીઝન પૂર બહારમાં જામી નથી ત્યાજ કોર્પોરેશનની બેદરકારી સાબિત થઈ રહી છે શહેરના ૧૫૦ ફુટ રીંગરોડ નાનામૌવા સર્કલ ખાતે ટ્રાફિક થી ધમધમતા રોડ ની વચ્ચે કોર્પોરેશન તંત્ર દ્વારા ભયજનક બોર્ડ
છેલા આઠ દિવસથી મૂકવામાં આવેલ છે.
જેમાં વરસાદી પાણીના નિકાલ માટે ખોલવામાં આવેલ હોવું તેવું દર્શાવવામાં આવી રહ્યું છે પરંતુ, આજ સુધી આ પ્રશ્નના કોઈ કાયમી ઉકેલ આવેલ નથી કે ચૂંટાયેલા પ્રતિનિધિઓની નજરમાં પણ આ બોર્ડ નો આવતું હોય તેવું જણાઈ છે. પરંતુ, આ ભયજનક બોર્ડ રાત્રિના સમયે પૂરપાટ ઝડપે આવતી ગાડીની નજરમાં નહીં દેખાઈ તો અકસ્માતનો ભય થવાની સંભાવના દેખાઈ રહી છે ત્યારે સત્તપરે આ બોર્ડ રોડ પરથી હટાવી કાયમી નિકાલ લાવવા રાહદારીઓ માંગ કરી રહ્યા છે.
- કાશીવિશ્વનાથ પ્લોટમાં પાંચ દિવસથી ગટરનું પાણી આવે છે
- વોર્ડ નં. 2માં પીવાનું પાણી ગંદુ કોર્પોરેટરોએ હાથ ઊંચા કર્યા
- નગરસેવકોનો જવાબ : જોવડાવી લવ છું : પરિણામ શૂન્ય
- તંત્ર : વરસાદ છે એટલે આવી સમસ્યા ઉભી થઈ છે
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા ભલે ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના મોટા મોટા બનાગા ફુંકતી હોય, પરંતુ જગીની વાસ્તવિકતા અત્યંત શરમજનક અને હચમચાવી મૂકનારી છે. પ્રધુમન નગર પોલીસ સ્ટેશન પાસે આવેલા કાશીવિશ્વનાથ પ્લોટ (શેરી નં. ૯) વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી કાશીવિશ્વનાથ પ્લોટના રહેણાંક વિસ્તારમાં ઘરોમાં પીવાના શુદ્ધ પાણીને બદલે ગટરનું અતિ દુર્ગંધમારતું અને દૂષિત પાણી વિતરણ થઈ રહ્યું છે. લોકોની ભૂગર્ભ ટાંકીઓમાં ભરાયેલા આ અત્યંત દોહોળા પાણીમાં વંદા અને અન્ય જુવાતો સ્પષ્ટપણે તરી રહી છે. સ્માર્ટ સિટીના શાસકો અહીના નાગરિકોને પીવાના પાણીના નામે રોગચાળો અને મોતનું દીમું ઝેર પીરસી રહ્યા છે, છતાં લાકડાની જેમ જડ થઈ ગયેલા તંત્રના પેટનું પાણી હલતું નથી.
આ ગંભીર સમસ્યા અંગે જ્યારે વોર્ડ નં. ૨ ના ચૂંટાયેલા નગરસેવકો સમક્ષ
રજૂઆત કરવામાં આવી, ત્યારે તેઓએ પોતાની નૈતિક જવાબદારીમાંથી સદંતર હાથ ઊંચા કરી દીધા છે. ચૂંટણી વખતે મતો માંગવા માટે ઘરે-ઘરે હાથ જોડતા આ નેતાઓ હવે માત્ર "જોવડાવી લઉં છું" તેવા ઉડાઉ જવાબો આપીને પ્રજાની લાચારીની મજાક ઉડાવી રહ્યા છે. પાંચ-પાંચ દિવસથી લોકો ગટરસવાનું પાણી વાપરવા મજબૂર છે અને નગરસેવકોનું આ "જોવડાવી લેવાનું" પરિણામ સદંતર શૂન્ય આવ્યું છે. પ્રજાના ટેક્સના પરસેવાની કમાણી પર તાગડધિન્ના કરતા આ કહેવાતા લોકસેવકોની સંવેદનહીનતા અને નિષ્ક્રિયતાની આ પરાકાષ્ટા છે. સૌથી વધુ હાસ્વાસ્પદ અને આક્રોશજનક બાબત તો મહાનગરપાલિકાના નિર્ભર તંત્રનો બચાવ છે. પોતાની ઘોર બેદરકારી અને નબળી કામગીરી છુપાવવા અધિકારીઓ "વરસાદ છે એટલે આવી સમસ્યા ઊભી થઈ છે" તેવું વાહિયાત અને બેજવાબદાર બહાનું ધરી રહ્યા છે.