Loading Please Wait !!!
વરસાદના કારણે 3 દિવસમાં રાજકોટ એસ.ટી.ની 723 ટ્રિપ રદઃ રૂા.35 લાખનું નુકસાન

અમદાવાદ, ધોળકા, સુરેન્દ્રનગર, માંડવી અને કચ્છના રૂટ બંધ હતા

સિટી ન્યૂઝ@રાજકોટ

ભારે વરસાદને કારણે રાજ્યમાં કેટલાક રસ્તાઓ ધોવાઈ ગયા છે. અમદાવાદ જવા માટે બાવળા પાસેનો રસ્તો બંધ થયો છે. આ ઉપરાંત અન્ય રસ્તાઓ પણ બંધ છે. જેને કારણે રાજકોટ એસટી ડિવિઝન હેઠળના રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની ૨૬ જુલાઈની ૧૪૦ ટ્રીપ રદ કરવામાં આવી છે. એક ટ્રીપમાં મિનિમમ ૪૫ મુસાફરો ગણીએ તો પણ ૭ હજાર મુસાફરોએ હાલાકી ભોગવી છે. જેને લીધે ત્રણેય જિલ્લાની દૈનિક આવકમાં

આજે પોણા ચાર લાખનું ગાબડું પડ્યું છે. રાજકોટ એસટીના વિભાગીય નિયામક મનીષ રાજે જણાવ્યું હતું કે, અમદાવાદ જવા માટે બાવળાનો રસ્તો બંધ છે. જેને કારણે અમદાવાદ જતી ઘણી બસ રદ કરવી પડી છે. જોકે રાજકોટથી અમદાવાદ વાયા ધોળકાથી સનાથલ થઈને બસ જાય છે પરંતુ એ રસ્તો ખૂબ જ લાંબો પડી જાય છે. જેને કારણે બસો કેન્સલ કરવી પડી છે. જેને ઉપરાંત સંતરામપુર અને માંડલ તેમજ વાયા રાધનપુર થરા જતી બસો પણ રદ કરવી પડી છે. જેને લીધે અને મુસાફરોએ

મુશ્કેલી ભોગવી છે. જોકે વરસાદની રહેતાની સાથે રૂટ શરૂ કરી થઈ જશે. રાજકોટ એસટી વિભાગની ૧૪૦ ટ્રીપ રદ થતા આવકમાં પણ મોટું ગાબડું પડ્યું છે. જેમાં રાજકોટ જિલ્લામાં રૂ.૨૭,૦૯૬ ની આવક ગુમાવવી પડી છે. જ્યારે સુરેન્દ્રનગરમાં રૂ.૩.૫૧ લાખ તો મોરબી જિલ્લામાં દૈનિક આવકમાં રૂ.૩૭૨૭ નો ઘટાડો થયો છે. જોકે વરસાદી પાણી ઉતરી જતા પરિસ્થિતિ સામાન્ય બની જશે અને ત્યારબાદ વાહન વ્યવહાર શરૂ થઈ જતા મુસાફરો એસટી બસમાં જઈ શકશે.