Loading Please Wait !!!
ચોટીલામાં એએનટીએફનો આકસ્મિક દરોડો: ગાંજાના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા

  • ઘાંચીવાડ વિસ્તારમાં બાઈક પર ગાંજાની હેરાફેરી કરતા શખ્સોને પોલીસે દબોચ્યા; 1.31 લાખનો મુદ્દામાલ જપ્ત.
  • નશાના કારોબાર પર પોલીસની તવાઈ; 330 ગ્રામ ગાંજો અને હથિયાર સાથે બુટલેગરો સકંજામાં.
  • બાતમીના આધારે પોલીસે ગોઠવી વોચ; ત્રણ ઇસમો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ.

સિટી ન્યુઝ @ ચોટીલા : ચોટીલા શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે. આ દરમિયાન એએનટીએફ (ANTF) રાજકોટ જોન સી.આઈ.ડી. ક્રાઈમની ટીમે ચોટીલાના ઘાંચીવાડ વિસ્તારમાં સફળ દરોડો પાડીને ગાંજાના જથ્થા સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ગાંજો, બાઈક અને હથિયાર સહિત કુલ 1.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

એએનટીએફના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. ચૌહાણ અને તેમની ટીમને બાતમી મળી હતી કે ત્રણ શખ્સો બાઈક પર ગાંજાની હેરાફેરી કરી રહ્યા છે. આ બાતમીના આધારે ઘાંચીવાડમાં રેડ કરતા ચોટીલાના મુબીન હમીરિકા, સલમાન સોલંકી અને થાનગઢના આમીન ઉર્ફે ભોલો મુલતાની શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. તેમની તલાશી લેતા 330 ગ્રામ ગાંજો, મોબાઈલ, છરી અને 16,500ની રોકડ રકમ મળી આવી હતી. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચોટીલા પોલીસને સોંપી છે.