કૉમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬: વેટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવે સિલ્વર મેડલ જીતીને ભારતને અપાવ્યો પાંચમો મેડલ!
-
ગ્લાસ્ગોમાં રમાઈ રહેલી કૉમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬માં ભારતીય ખેલાડીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન સતત જારી છે.
-
૨૨ વર્ષીય જ્ઞાનેશ્વરી યાદવે સ્નેચમાં ૮૮ અને ક્લીન એન્ડ જર્કમાં ૧૧૧ કિલો વજન ઉપાડી સિલ્વર મેળવ્યો.
-
પોલીસમાં અસિસ્ટન્ટ સબ-ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવતી જ્ઞાનેશ્વરીના પરિવારનો સંઘર્ષ પ્રેરણાદાયી રહ્યો છે.
સિટી ન્યુઝ @ ગ્લાસ્ગો
ગ્લાસ્ગોમાં રમાઈ રહેલી કૉમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬માં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન અવિરતપણે ચાલુ છે. સ્પર્ધાના પાંચમા દિવસે છત્તીસગઢના રાજનાંદગામની ૨૨ વર્ષીય વેટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવે મહિલાઓની ૫૩ કિગ્રા કેટેગરીમાં અદભુત પ્રદર્શન કરતા કુલ ૧૯૯ કિલો (સ્નેચમાં ૮૮ કિલો અને ક્લીન એન્ડ જર્કમાં ૧૧૧ કિલો) વજન ઉપાડીને દેશ માટે સિલ્વર મેડલ જીતી લીધો છે. હાલ પોલીસમાં અસિસ્ટન્ટ સબ-ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવતી જ્ઞાનેશ્વરીની આ સફળતા પાછળ તેમના પિતાના ભગીરથ સંઘર્ષ અને તેમની કઠોર મહેનતનું મોટું યોગદાન રહેલું છે.
આ ઉપરાંત, પુરુષોની ૬૫ કિગ્રા કેટેગરીમાં રાજા મુથુપાંડીએ પણ સ્નેચમાં ૧૨૬ અને ક્લીન એન્ડ જર્કમાં ૧૬૦ કિલો મળીને કુલ ૨૮૬ કિલો વજન ઉઠાવીને ભારત માટે સિલ્વર મેડલ મેળવ્યો છે. આ વિજયો સાથે ભારતે કૉમનવેલ્થ ગેમ્સમાં ૧ ગોલ્ડ, ૩ સિલ્વર અને ૧ બ્રોન્ઝ સહિત કુલ ૫ મેડલ જીતી લીધા છે અને મેડલ પોઈન્ટ ટેબલમાં ૮મું સ્થાન મેળવ્યું છે. આ અગાઉ મીરાબાઈ ચાનૂએ ગોલ્ડ, ઋષિકાંત સિંહ અને રાજા મુથુપાંડીએ સિલ્વર તથા ઝંડુ કુમારે બ્રોન્ઝ મેડલ જીતીને દેશની ગરિમા વધારી છે.
ભારતના ગૌરવવંતા ખેલાડીઓ
દેશના યુવા એથ્લીટ્સ પોતાની અસીમ પ્રતિભા અને સંઘર્ષના બળે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનો ધ્વજ શાનથી લહેરાવી રહ્યા છે, જે સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ છે.