5 વર્ષથી અટવાયેલી PSI DYSPની બદલીઓની ગૂંચવણની ગાંઠ હવે ખૂલશે ?
સામાન્ય રીતે ત્રણ વર્ષના ગાળામાં અધિકારીઓની બદલીઓ થતી હોય છે
સિટી ન્યૂઝ | ગાંધીનગર
રાજ્યના પોલીસ વિભાગમાં છેલ્લા કેટલાક સમયથી PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) અને DySP (ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ) કક્ષાની મોટાપાયે બદલીઓ મુદ્દે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે. નિયમ મુજબ સામાન્ય રીતે ત્રણ વર્ષના ગાળામાં અધિકારીઓની બદલીઓ થતી હોય છે, જેથી વહીવટી પારદર્શિતા જળવાઈ રહે અને વિભાગમાં નવી ઊર્જા સાથે કામગીરી આગળ વધે. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં અનેક અધિકારીઓ પાંચ વર્ષથી વધુ સમયથી એક જ જિલ્લામાં ફરજ બજાવી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. તાજેતરમાં પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાની બદલીઓ અમલમાં મુકાતા PSI અને DySP વર્ગમાં પણ આશાનો કિરણ જોવા મળ્યો હતો. અધિકારીઓને લાગ્યું હતું કે હવે તેમની લાંબી રાહનો અંત આવશે, પરંતુ અત્યાર સુધી કોઈ મોટી બદલીઓની યાદી જાહેર કરવામાં આવી નથી. આ કારણે પોલીસ વર્તુળોમાં અસંતોષ અને બેચેની બંને વધતી જાય છે.
બદલીઓ માત્ર એક વહીવટી પ્રક્રિયા પૂરતી મર્યાદિત નથી. તે અધિકારીઓના વ્યક્તિગત જીવન સાથે પણ ગાઢ રીતે જોડાયેલી છે. ખાસ કરીને પરિવાર અને સંતાનોના અભ્યાસ જેવા મુદ્દાઓ સાથે સીધા જોડાયેલા હોય છે. ઘણા અધિકારીઓ પોતાના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને બદલીઓ માટે રાહ જોઈ રહ્યા છે. હાલમાં શૈક્ષણિક સત્ર શરૂ થઈ ચૂક્યું હોવાથી પરિસ્થિતિ વધુ જટિલ બની છે. જો આ સમયે જાહેર થશે, તો અનેક અધિકારીઓને પરિવાર સાથે સીધા જોડાયેલા હોય છે. ઘણા અધિકારીઓ પોતાના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને બદલીઓ માટે રાહ જોઈ રહ્યા છે. હાલમાં શૈક્ષણિક સત્ર શરૂ થઈ ચૂક્યું હોવાથી પરિસ્થિતિ વધુ જટિલ બની છે. જો આ સમયે જાહેર થશે, તો અનેક અધિકારીઓને પરિવાર પસંદગી કરવી મુશ્કેલ પડી શકે છે. કેટલાક અધિકારીઓને પરિવારથી દૂર રહીને ફરજ બજાવવી પડે તેવી સંભાવનાઓ ઊભી થઈ રહી છે, જે તેમની માનસિક સ્થિતિ પર પણ અસરકારક બની શકે છે.
પોલીસ વિભાગમાં આંતરિક રીતે એક જ સવાલ ઉઠી રહ્યો છે. બદલીઓની આ લાંબી રાહનો અંત ક્યારે આવશે? ઘણા અધિકારીઓ માને છે કે સમયસર બદલીઓ ન થવાથી કાર્યક્ષમતામાં પણ ઘટાડો થઈ શકે છે. લાંબા સમય સુધી એક જ જગ્યાએ રહેતા અધિકારીઓ માટે નવું પ્રેરણા સ્તર જાળવી રાખવું પડકારજનક બની શકે છે. આ પરિસ્થિતિમાં સરકાર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે સૌથી મોટો પડકાર છે. ઝડપથી અને પારદર્શક રીતે બદલીઓની પ્રક્રિયા પૂર્ણ કરવી. જો વહેલી તકે નિર્ણય લેવામાં નહીં આવે, તો પોલીસ વિભાગમાં વધતી બેચેની આગળ જઈને મોટા અસંતોષનું રૂપ લઈ શકે છે. હાલ માટે, સમગ્ર વર્તુળ એક જ જવાબની રાહ જોઈ રહ્યું છે. શું પાંચ વર્ષથી અટવાયેલી બદલીઓનો ગાંઠિયો હવે ખુલે છે કે નહીં?