Loading Please Wait !!!
દિવાળી ટાણે જૂનાગઢ યાર્ડમાં વહેલી કેસર કેરી આવી!

  • સ્વાદના શોખીનો માટે કેસર કેરીનું આગમન થયું!
  • પ્રતિ કિલો 230 રૂપિયા સુધીનો ઊંચો ભાવ બોલાયો!
  • પોરબંદરના રાણાવાવથી ખેડૂતો કેરી વેચવા પહોંચ્યા!

સિટી ન્યુઝ @ જૂનાગઢ

જૂનાગઢના શાકભાજી માર્કેટિંગ યાર્ડમાં દિવાળીના તહેવાર ટાણે જ સિઝનની આગોતરી કેસર કેરીની આકર્ષક આવક નોંધાતા સ્વાદના શોખીનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના બિલેશ્વર ગામના ખેડૂતો દર વર્ષે વહેલી કેસર કેરીનું ઉત્પાદન કરતા હોવાથી આ વર્ષે પણ વેચાણ માટે જૂનાગઢ યાર્ડમાં કેરી લઈને પહોંચ્યા હતા.

યાર્ડમાં ખેડૂત દ્વારા અંદાજે 20 થી 25 કિલો જેટલી કેસર કેરી વેચાણ અર્થે લાવવામાં આવી હતી, જે ખાખડીથી મોટી અને મોટી કેરીથી નાની એટલે કે વચગાળાની સાઈઝની હતી.

જૂનાગઢ બજાર સમિતિના શાકભાજી માર્કેટિંગ યાર્ડના ઇન્સ્પેક્ટર આર. એસ. ગજેરાના જણાવ્યા મુજબ, આ વહેલી ઉપજવાળી કેસર કેરીના પ્રતિ કિલો 180 રૂપિયાથી લઈને 230 રૂપિયા સુધીના ઊંચા ભાવ બોલાયા છે.

આ પ્રકારે દર વર્ષે દિવાળી આસપાસ આગોતરી કેસર કેરી માર્કેટમાં આવતી હોવાથી ખેડૂતોને સારો એવો આર્થિક લાભ મળી રહે છે અને ગ્રાહકો પણ વહેલી કેરીનો આનંદ માણી શકે છે.

દિવાળીમાં કેસર કેરીનું આગમન અને આશ્ચર્યજનક બજાર ભાવ

સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં જોવા મળતી કેસર કેરી જો દિવાળીના તહેવારો દરમિયાન બજારમાં ઉપલબ્ધ થાય, તો તે ખારસોખીનો માટે એક અનોખી મિજબાની બની જાય છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પોરબંદરના ખેડૂતો દ્વારા લાવવામાં આવેલી આ આગોતરી કેરીએ બજારમાં નવો જ ઉત્સાહ ભર્યો છે. પ્રતિ કિલો 230 રૂપિયા સુધીના ઊંચા ભાવ હોવા છતાં વહેલી કેરી ખરીદવા માટે લોકોમાં ભારે આતુરતા જોવા મળે છે. પ્રકૃતિની વિશેષ કૃપાથી અમુક વિસ્તારોમાં થતું આ વહેલું ઉત્પાદન ખેડૂતો માટે પણ નફાકારક સાબિત થઈ રહ્યું છે, જે કૃષિ ક્ષેત્રની વિવિધતા અને ખાસિયત દર્શાવે છે.