Easy Pay એપ્લિકેશના સ્થાપક નિલય પટેલની બળાત્કાર કેસમાં ધરપકડ
- પોપ્યુલર બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલ
- મુંબઈની હોટેલમાં યુવતી પર બળાત્કાર ગુજાર્યાનો સનસનીખેજ આરોપ
સિટી ન્યૂઝ@અમદાવાદ
અમદાવાદના જાણીતા ‘પોપ્યુલર બિલ્ડર ગ્રુપ’ સાથે સંકળાયેલા અને ‘ઈઝી-પે’ એપ્લિકેશનના સ્થાપક નિલય જશભાઈ પટેલની મુંબઈપોલીસે ધરપકડ કરતાંચળબળાટ મચી ગયો છે. એસ.જી. હાઈવે પર ઓફિસ ધરાવતા અને બાંધકામ ક્ષેત્રે સક્રિય આ બિલ્ડરની ધરપકડને પગલે અમદાવાદ અને મુંબઈના રિઅલ એસ્ટેટ વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
મુંબઈ પોલીસ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી નિલય પટેલ પોતાના વ્યવસાયિક કામકાજ માટે મુંબઈગયો હતો અને ત્યાં એરપોર્ટ નજીકની એક ફાઈવસ્ટાર હોટેલમાં ઉતરો હતો. આ હોટેલમાં પણ રહેલી એક પરિચિત યુવતી પણ રોકાયેલી હતી. ગત ૨૧ જુલાઈના રોજ બપોરે અંદાજે ૩:૩૦ વાગ્યે નિલય યુવતીની પરવાનગી વિના તેના રૂમમાં ઘુસી ગયો હતો.
કરવાનો અને બળજબરીથી અડપલાં કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુવતીએ હિમ્મતપૂર્વક પ્રતિકાર કરીને તેને રૂમની બહાર કાઢી મૂકી હતો. આ ઘટના બાદ પણ આરોપી
રોકાયો ન હતો અને ૨૧થી ૨૨ જુલાઈ વચ્ચે તેણે ફોન કોલ્સ અને મેસેજ દ્વારા યુવતીની સતત પજવણી કરી હતી. પીડિતાના સનસનીખેજ આક્ષેપ મુજબ, ૨૨ જુલાઈએ રોજ આરોપીએ તેની સાથે બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. આખરે કંટાળીને ૨૩ જુલાઈએ રાત્રે ૧૧:૨૫ કલાકે પીડિતાએ મુંબઈના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નિલય પટેલ સામે વિધિવત ફરિયાદ નોંધાવી હતી. આ ગંભીર ગુના સબબ એરપોર્ટ પોલીસે ૨૪ જુલાઈના રોજ આરોપી નિલયની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા કોર્ટે તેના ૨૯ જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.