રાજકોટમાં IPL ફેન પાર્કનો ધમાકો ફ્રી એન્ટ્રી સાથે ડબલ મજા
- ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં શનિ-રવિ જલસા : સંગીત-ગેમઝોન સાથે મેચ નિહાળો
સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટમાં ચૌધરી હાઈસ્કુલમાં બે દિવસીય ટાટા આઇપિએલ ફેનપાર્કનું ફ્રીમાં આયોજન કરાયું છે.જેમાં હીટવેવ વચ્ચે ક્રિકેટ રસિકો માટે છત્રી- ઠંડાપીણા- ગેમઝોન- સંગીત સહિતના વિવિધ કાર્યકર્મોનું આયોજન કરાયું છે. કાલે ૯ મેં ના રોજ રાજેસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન વચ્ચે મેચ રમાશે.જયારે ૧૦ મેના રોજ ચેન્નઈ સુપર કિંગ અને લખનો સુપર જાઈન્ટસ, રોયલ ચેલેન્જ બેગ્લુરુ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે.
ક્રિકેટ, ખેલાડીઓ, મનપસંદ ટીમ્સ અને બીજા ઘણા બધા માટેના પોતાના પ્રેમને વ્યકત કરતા સર્વાધિક ઘેલા ચાહકોની સાથે આઇપીએલ 2026 ફેન પાર્કસમાં ચાહકોને આકર્ષે છે. 50 શહેરોમાં ચાહકોને સ્પર્શતા ફેન પાર્કસ દેશભરમાં આઈપીએલ ફીવરને ટેકઓવર કરવા તૈયાર છે. જાયન્ટ સ્ક્રીન્સ પર ઝડપી લેવામાં આવનાર દરેક શ્વાસ થંભાવતી ક્ષણ સાથે, દરેક સ્થળ ચાહકોને સ્ટેડિયમ જેવી લાગણી કરાવનારું લાઈવ પ્રસારણ કરશે. કોઈ પણ ચાહક આને ચૂકશે નહીં કેમ કે પ્રવેશ બિલકુલ મફત છે તથા સંગીત, મરચન્ડાઇઝ, ફૂડ સ્ટોલ્સ, પીણાં અને આઈપીએલના અધિકૃત આયોજકો દ્વારા કેટલીક મનોરંજક પ્રવૃત્તિ સાથે મસ્તી અને રોમાંચ બમણાં થઇ જશે.આટલી બધી મઝા સાથે, પોતાની ટીમ્સ માટે ચિચીયારીઓ પાડતા ચાહકોને એવું લાગશે કે જાણે તેઓ સ્ટેડિયમમાં જ છે! રોમાંચ અને ઉત્તેજનામાં ઉમેરો કરવા, ફ્રેન પાર્કસની મુલાકાત લઇ રહેલી વ્યક્તિઓ પોતાની મનપસંદ ટીમ, ખેલાડી અથવા ક્રિકેટ માટેના પોતાના પ્રેમને વ્યકત કરવા દ્વારા પોતાની ફેન મોમેન્ટસ દર્શાવવાને પાત્ર હશે.
દરેક સીઝન અગાઉ કરતા વધારે મોટી થતી જાય છે, આ વખતે 10 લાખ ક્રિકેટ પ્રેમીઓનું અપેક્ષિત ટર્નઆઉટ ફેન પાર્કસમાં ઘેલછાનો અનુભવ કરશે.બાઉન્ડ્રી પરની હિટસ, હેટ્રિકસ, અને સ્પિન્સના સાક્ષી બનવા માટે તમારા શહેરના ફેન પાર્કમાં તમારી ચાહતને જિવંત બનાવો. ભલે ત્યારે, કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે!