ગુજરાત S.Tનું ગુપ્ત `ખાનગીકરણ'? 1200 બસ ભાડે લેવા `ખેલ'
- 10 વર્ષનું આયોજનના બદલે ખાનગી કંપનીઓને વર્ષે 1500 થી 2000 કરોડ પધરાવી દેવાશે
સિટી ન્યૂઝ@વડોદરા : એસટીની નવી એસી અને વોલ્વો બસમાં બેસતા જ મુસાફરોને થાય કે ભાડે ગયેલી રાજ્યની પરિવહન સેવા હવે સુધરી રહી છે. પરંતુ જનતાની જાણ બહાર અધિકારીઓની કેબિનોમાં કંઈક બીજું જ રાંધાઈ રહ્યું છે. હાલ રાજ્યના માર્ગો પર દોડતી એસટીની પ્રીમિયમ ગણાતી 250 જેટલી બસ નિગમે ખાનગી ટ્રાવેલ્સ કંપનીઓ પાસેથી ભાડે લીધેલી છે. જેના માટે દર મહિને 13 કરોડ જેટલું તોતિંગ ભાડું ચૂકવાય છે. એસટી કર્મચારી સંગઠનના સૂત્રોના જણાવ્યા મુજબ હજુ 1,200 જેટલી નવી બસ ખાનગી ટ્રાવેલ્સ પાસેથી ભાડે લેવા નિર્ણય કરાયો છે. લોકોનું આરોગ્ય અને શિક્ષણ ખાનગી કંપનીઓના હાથમાં સોંપી દીધા બાદ હવે સરકાર PPP મોડલના રૂપકડા નામે સિફતતાપૂર્વક જાહેર પરિવહનનું પણ ખાનગીકરણ કરી રહી છે. અત્યાર સુધી બસનું ઉત્પાદન ખાનગી કંપનીઓને સોંપાયું હતું. પરંતુ હવે તો બસ ખરીદવાની જગ્યાએ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ ખાનગી બસ ભાડે લઈ ચલાવવા લાગ્યું છે! હાલ એસી અને વોલ્વો જેવી 250 પ્રીમિયમ બસ ભાડે ચાલે છે. જેના માટે પ્રતિ કિમી કંપનીને રૂ. 26થી 63 સુધી ચૂકવાય છે.
ST બચાવો લડતના એંધાણ
ST ખાનગીકરણ સામે 25 મેથી આંદોલન : યુનિયનોનું એલાન
એસ.ટી. નિગમમાં વિવિધ સેવાઓનું થઈ રહેલ સતત ખાનગીકરણ સામે છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ કરી રહેલા એસ. ટી. કર્મચારીઓનાં ત્રણે માન્ય યુનિયનોએ અંતે ખાનગીકરણનાં નિર્ણય સામે લડતનો ધોકો પછાડયો છે અને તા.25/5થી રાજય વ્યાપી લડતનું એલાન કરી દીધુ છે. ત્રણે યુનિયનોએ એસટીમાં થઈ રહેલા ખાનગીકરણને અટકાવવા માટે રાજયના મુખ્યમંત્રી અને ના મુખ્યમંત્રી પાસે પત્ર દાદ માંગી છે અને ખાસ પત્ર પાઠવી જણાવેલ હતું કે ગુ. રા. મા. વા. વ્ય.નિગમ (એસટી નિગમ) ખાતે સર્વિસો/શીડયુલોના કેન્સલેશન સંદર્ભે 2000 ડ્રાઈવર અને 2000 કંડક્ટર ખાનગી એજન્સી મારફતે કોન્ટ્રાક્ટર બેઈઝ ઉપર લેવા નિગમ દ્વારા હાલ કાર્યવાહી ચાલી રહી છે. નિગમના કર્મચારીઓ આચર્યજનક કાર્યક્રમો થકી તા.25/5થી સ્વયંભુ આંદોલન કરશે.
- દર મહિને 13 કરોડનું ભાડુ: જાહેર પરિવહન પર ખાનગી કબજો ?
- બસો નહીં હવે ડ્રાઈવર-કંડક્ટર પણ આઉટસોર્સિંગથી ચાલશે ?
- અઢી વર્ષમાં ભાડામાં આવી શકે 250 નવી બસો
- 250 બસ નવી ખરીદવા માટે 350 કરોડનો ખર્ચ થાય
- એસ.ટી. તંત્ર 250 બસ ભાડે ચલાવી દર મહિને ખાગી કંપનીને 13 કરોડ લેખે વર્ષના 166 કરોડ ચૂકવી રહ્યું છે