ગુજરાતમાં ટ્રાન્સફર વેવ; 28 IAS અને 13 GAS કેડરના અધિકારીઓની બદલી
બ્યુરોકસીમાં મોટો ફેરફારઃ રાજકોટમાં PGVCLના MD તરીકે એમ.ડી.ચુડાસમાની નિમણૂંક
જૂનાગઢના મ્યુનિ.કમિશનર પ્રભવ જોષીને GIDCમાં જોઈન્ટ એમ.ડી. બનાવ્યાઃ જૂનાગઢના નવા કમિશનર તરીકે આઈ.આર.વાળા
સિટી ન્યૂઝ@ગાંધીનગર
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યપાલની મંજૂરી બાદ ૨૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ ૨૮ IAS અને GAS કેડરના ૧૩ અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોષીની બે મહિનામાં જ બદલી કરી દેવામાં આવી છે. તેમને GIDCના જોઈન્ટ એમડી તરીકે મૂકવામાં આવ્યા છે. તેમની જગ્યાએ હવે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ તરીકે ફરજ બજાવતા આઈ. આર. વાળાને મૂકવામાં આવ્યા છે. જેને પગલે સ્થાનિક રાજકારણ અને પ્રજામાં ભારે આશ્ચર્ય સાથે વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે. પ્રભવ જોષીને જૂનાગઢ મનપાનો પદભાર સંભાળતાની સાથે જ તાત્કાલિક ફેરફારો શરૂ કરી દીધા હતા. તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ સામે કામગીરી બાબતે અત્યંત કડક વલણ અપનાવીને તંત્રને દોડતું કર્યું હતું. પ્રભવ જોષીને GIDC, ગાંધીનગરના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર તરીકે જવાબદારી અપાઈ છે.
જ્યારે સુધાર રાજ રમેશચંદ્રને પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે, આઈ. આર. વાળાને જૂનાગઢ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે અને સ્મિત સંતોષ લોઢાને સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી (DDO) તરીકે પણ મહત્વની નિમણૂકો કરવામાં આવી છે. એચ. જે. પ્રજાપતિને અમરેલી, કે. પી. જોષીને દેવભૂમિ દ્વારકા, ડી. કે. બ્રહ્મભટ્ટને ગાંધીનગર, હિરેન જિતેન્દ્રભાઈ બારોટને દાહોદ અને કે. એસ. ઝાલાને ડાંગ-આહવા DDO તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. એમ. પી. પંચાના ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર, બી. કે. જોષીને રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટિવ સોસાયટીફ, સી. બી. ગણાત્રાને ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાયઝ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને પી. બી. રાઠોડને ડિરેક્ટર, સ્કીલ ડેવલપમેન્ટ તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે.
સરકારના વહીવટી તંત્રને વધુ સુગઠિત અને કાર્યક્ષમ બનાવવા માટે આ બદલીઓ અને નિમણૂકો કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. સામાન્ય વહીવટ વિભાગના ઉપસચિવ જમીન શાહ દ્વારા સંબંધિત વિભાગો અને અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી છે. PGVCLના MD કેતન જોષીની દેવભૂમિ દ્વારકા જિલ્લાના DDO તરીકે બદલી કરવામાં આવી છે જેના કારણે રાજકોટના જંગલેશ્વર વિસ્તારના મેગા ડિમોલિશનની તપાસમાં વિશેષ પડી શકે તેમ છે. કારણ કે ડિમોલિશનના બિલ અંગે તપાસ સમિતિના અધ્યક્ષ તરીકે કેતન જોષીની નિમણૂક કરવામાં આવી હતી. હવે તેમની બદલી થતાં તપાસ સમિતિની કમાન કોને સોંપવામાં આવે છે તે મોટો સવાલ છે.
રાજકોટ RMC કાજુકતરીકાંડની તપાસ કરનાર અધિકારી PGVCL MD કે.પી. જોષીની દેવભૂમિ દ્વારકામાં બદલી
અધિકારીઓનું લિસ્ટ
-
૧. ગૌરંગ એચ. મકવાણા: એમડી, PGVCL, મહેસાણા
-
૨. પ્રણવ જોષી: જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર, GIDC, ગાંધીનગર
-
૩. એચ.જે. પ્રજાપતિ: જિલ્લા વિકાસ અધિકારી, અમરેલી
-
૪. કે.જે. રાઠોડ: એમડી, DGVCL, સુરત
-
૫. સુધાર રાજ રમેશચંદ્ર: મ્યુનિસિપલ કમિશનર, પોરબંદર મહાનગરપાલિકા
-
૬. મહેશ શાંતિલાલ જાની: મિશન ડાયરેક્ટર, ગુજરાત અર્બન લાઈવલીહૂડ મિશન, ગાંધીનગર
-
૭. કિમત સંતોષ લોઢા: ડેપ્યુટી મ્યુનિ. કમિશનર, સુરત મનપા
-
૮. કે.પી. જોષી: જિલ્લા વિકાસ અધિકારી, દેવભૂમિ-દ્વારકા
-
૯. ડી.કે. બ્રહ્મભટ્ટ: જિલ્લા વિકાસ અધિકારી, ગાંધીનગર
-
૧૦. એમ.પી. પંચા: એમડી, ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પો.લિ., ગાંધીનગર
-
૧૧. હિરેન જિતેન્દ્રભાઈ બારોટ: જિલ્લા વિકાસ અધિકારી, દાહોદ
-
૧૨. બી.કે. જોષી: રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટિવ સોસાયટીફ, ગાંધીનગર
-
૧૩. આર.એન. કુડાકા: રીજીયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, રાજકોટ
-
૧૪. સી.બી. ગણાત્રા: એમડી, ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાયઝ કોર્પો. લિ., ગાંધીનગર
-
૧૫. સી.એ. ગાંધી: રીજીયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, વડોદરા
-
૧૬. બી.એન. પટેલ: એક્ટિ.ડિરેક્ટર, ગુજરાત ગેસ લિ., ગાંધીનગર (સેવાઓ વધારાના)
-
૧૭. એેકે. જોષી: CEO, ડેવલપમેન્ટ સ્પોર્ટ્સ એજન્સી ઓફ ગુજરાત (D-SAG), ગાંધીનગર
-
૧૮. એ.કે. જોષી: મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત બિનઅગત વર્ગ વૈધાનિક અને આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર
-
૧૯. કે.એસ. ઝાલા: જિલ્લા વિકાસ અધિકારી, ડાંગ-આહવા
-
૨૦. વી.કે. જાધપ: નિયામક, વિકસતી જાતિ કલ્યાણ ખાતું, ગાંધીનગર (સેવાઓ સ્થાગત)
-
૨૧. ડી.કે. પટેલ: ડિરેક્ટર, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA), ગાંધીનગર
-
૨૨. બી.એચ. પટેલ: એમડી, ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ, ગાંધીનગર
-
૨૩. આઈ.આર. વાળા: મ્યુનિ. કમિશનર, જૂનાગઢ મહાનગરપાલિકા, જૂનાગઢ
-
૨૪. એમ.ડી. ચુડાસમા: એમડી, PGVCL, રાજકોટ
-
૨૫. ડૉ. બી.એમ. પ્રજાપતિ: એમડી, ગુજરાત સ્ટેટ રૂરલ ડેવલપમેન્ટ કોર્પો.લિ., ગાંધીનગર
-
૨૬. વી.જી. પટેલ: એડી.રૂરલ ડેવલપમેન્ટ કમિ., ગ્રામ વિકાસ કમિશનર કચેરી, ગાંધીનગર
-
૨૭. એ.કે. વસ્તાણી: ડિરેક્ટર ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ, ગાંધીનગર
-
૨૮. પી.બી. રાઠોડ: ડિરેક્ટર, સ્કીલ ડેવલપમેન્ટ, ગાંધીનગર