કાલાવડ રોડ પરથી શખ્સ 1.64 લાખના MD સાથે ઝડપાયો
- રાજસ્થાનના શખ્સનું નામ ખુલ્યું: એસઓજીએ 2.59 લાખની મત્તા કબજે
સિટી ન્યૂઝ@રાજકોટ
શહેરમાં માદક પદાર્થની હેરાફેરી નાબૂદ કરવાના પોલીસના અભિયાન દરમિયાન SOGની ટીમે કાલાવડ રોડ ઉપરથી ગોકુલનગરના નામચીન તસ્કરને રૂ. ૧.૬૪ લાખની કિંમતના મેફેડ્રોન (ડ્રગ્સ) સાથે ઝડપી લઈ તેની પૂછપરછ કરતા વધુ એક રાજસ્થાની શખ્સનું નામ ખુલતા પોલીસે ફ્રગ્સ, મોબાઈલ, બાઈક, રોકડ સહિત રૂ. ૨.૫૯ લાખની મત્તા કબજે કરી વધુ એક આરોપીને ઝડપી લેવા દોડધામ કરી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કોઠારીયા રોડ ઉપર ગોકુલનગરમાં રહેતો નામીચીન તૌસિફ આરીફ તુરીયા નામનો શખ્સ કાલાવડ રોડ ઉપર ડ્રગ્સની હેરાફેરી કરતો હોવાની માહિતીના આધારે પી.આઈ. ચૌધરીની સુચનાથી પી.એસ.આઈ. ડાંગુ, કોન્સ. હાર્દિકસિંહ સહિતના સ્ટાફે વોચ ગોઠવી શંકાસ્પદ બાઈકસ્વારને અટકાવી તેની પૂછપરછ કરતા તે તૌસિફ તુરીયા હોવાનું જણાવતા પોલીસે તેની તલાસી લેતા તેની પાસેથી રૂ. ૧.૬૪ લાખની કિંમત ૫૪.૭૩૦ ગ્રામ મેફેડ્રોન (ડ્રગ્સ) મળી આવતા તેની અટકાયત કરી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તેની ધરપકડ કરી તેની પાસેથી રૂ. ૨.૫૯ લાખની મત્તા કબજે કરી વધુ એક આરોપી રાજસ્થાનના શખ્સની શોધખોળ કરી છે.