Loading Please Wait !!!
મોરબીની શરમજનક ઘટના : પ્રેમ સબંધે લીધ જીવ : માતા-પ્રેમી સાથે મળી પત્નીએ પતિની હત્યા કરી

  • 'ૐ' ના છૂંદણાથી પોલીસ આરોપી સુધી પહોંચી ત્રણેયની ધરપકડ

સિટી ન્યૂઝ@મોરબી : વાંકાનેરના ઢુવા-માટેલ રોડ પરથી મળેલી અર્ધબળેલી લાશનો ભેદ ઉકેલાયો છે. પત્નીએ જ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરી હોવાનું ખુલતા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.

ગત 28 એપ્રિલના રોજ રેસી સિરામિક પાસેની અવાવરુ જગ્યામાંથી હાથ બાંધેલી હાલતમાં પુરુષની અર્ધબળેલી લાશ મળી હતી. પોસ્ટમોર્ટમમાં સ્પષ્ટ થયું કે 4 દિવસ પહેલા હત્યા કરી પુરાવાનો નાશ કરવા લાશ સળગાવી દેવાઈ હતી.

લાશ ખરાબ રીતે બળી ગઈ હોવા છતાં મૃતકના હાથ પર ત્રોફાવેલા 'ૐ' ના નિશાન, CCTV અને કોલ ડિટેલ્સના આધારે તેની ઓળખ મધ્યપ્રદેશના છગનભાઈ નિનામા તરીકે થઈ હતી. આ મામલે પોલીસે ગણતરીના દિવસોમાં જ મૃતકની પત્ની સુમનબેન, પ્રેમી પવન નિનામા અને સાસુ દેવલીબાઈની ધરપકડ કરી છે.

તપાસમાં ખુલ્યું કે, ઝઘડાને કારણે સુમન છેલ્લા 3 વર્ષથી પતિને છોડી 2 સંતાનો સાથે પ્રેમી પવનકુમાર સાથે રહેતી હતી. તાજેતરમાં પતિને રસ્તામાંથી હટાવવાના પ્લાન મુજબ સુમન પતિ અને માતાને લઈને મોરબી આવી રહી હતી. ત્યારે રસ્તામાં જ પવને પાછળથી દોરી વડે છગનભાઈનું ગળું દબાવી હત્યા કરી નાખી અને પાપ છુપાવવા લાશ સળગાવી દીધી હતી.