Loading Please Wait !!!
રાજકોટના ડોમિનોઝ પિત્ઝામાં માખી

  • સેટેલાઈટ ચોક પાસેની શોપનો વીડિયો વાઈરલ
સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં ખાણીપીણીના શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. શહેરના પ્રખ્યાત ડોમિનોઝ પિત્ઝાની શોપમાં પિત્ઝામાંથી માખી નીકળવાની વિડીયો વાયરલ થયો છે. સેટેલાઈટ ચોક પાસે આવેલી પિત્ઝા શોપમાં પિત્ઝામાંથી માખી નીકળતા ગ્રાહકે વેપારીને આ બાબતે ફરિયાદ કરી હતી, પરંતુ વેપારીએ બચાવ કર્યો કે પિત્ઝા આપ્યા બાદ માખી પડી છે. જોકે હકીકત એ હતી કે માખી મેલ્ટ થયેલી હોવાથી પિત્ઝા બનાવવા સમયે પડી હતી.

આ બાબતે આરોગ્ય અધિકારીએ ફરિયાદ આવશે તો કાર્યવાહી કરશું તેવો જવાબ આપ્યો હતો.

શહેરના સેટેલાઈટ પાસે આવેલી ડોમિનોઝ પિત્ઝાની શોપમાં ગઈકાલે રાતના સમયે એક યુવાન પહોંચ્યો હતો અને પિત્ઝાનો ઓર્ડર આપ્યો હતો. જે બાદ પિત્ઝા આવતા યુવાને તેને ખાવાનું શરૂ કરતા એક પીસમાં તેને માખી નજરે પડી હતી. જે પછી તે અંગે યુવાને વેપારીને ફરિયાદ કરી હતી. જોકે વેપારીએ બચાવ કર્યો હતો કે માખી તો પિત્ઝા તૈયાર થઈ ગયા બાદ ઉપરથી પડી હશે, આ સમયે આ યુવાન તે પિત્ઝાનો વીડિયો બનાવે છે અને તેમાં માખી પડી હોય તેવું દર્શાવે છે. યુવાન તે વીડિયોમાં કહે છે કે માખી મેલ્ટ થઈ ગઈ છે એટલે કે પિત્ઝા બનાવતા સમયે આ માખી પડી છે. આ વીડિયો વાયરલ થયા બાદ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉ.જયેશ વાંકાણીનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, મારા સુધી આ બાબતની કોઈ ફરિયાદ આવી નથી. ફરિયાદ આવશે તો વીડિયોના આધારે તપાસ કરવામાં આવશે અને બાદમાં કાર્યવાહી થશે.
 
  • અમદાવાદમાં મુસાફરોની ફરિયાદ બાદ તપાસ
  • રેલવે મુસાફરોના ભોજનમાં ગંદકી અને જીવાત
  • કેટરિંગને 15 લાખનો દંડ કરી કિચન સીલ કરવાનો આદેશ
સિટી ન્યૂઝ@અમદાવાદ
ગુજરાતમાં બજારોમાં મળતા ખાદ્યપદાર્થોની ગુણવત્તા સામે સવાલો ઊઠી રહ્યા છે, ત્યારે હવે રેલવેના મુસાફરોને પીરસાતા ભોજનની ગુણવત્તા સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. અમદાવાદમાં મુસાફરોની ફરિયાદો બાદ રેલવે ફૂડ વિજિલન્સ ટીમે કાર્યવાહી કરી છે. છ કેટર્સ સામે કાર્યવાહી સાથે બે કિચનને ભારે દંડ ફટકારાયો છે. અમદાવાદમાં રેલવેમાં ફૂડ સપ્લાય કરતા કેટર્સ સામે રેલવે ફૂડ વિજિલન્સ ટીમે મોટી કાર્યવાહી કરી છે. મુસાફરોની સતત ફરિયાદો બાદ ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સરસ્સાપુર વિસ્તારમાં આવેલા બે કિચનમાં ખાદ્ય ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને ગંભીર બેદરકારી સામે આવી હોવાનો દાવો છે. અચાભાઈની ચાલી ખાતે આવેલા AJS કેટેર્સને ૫ લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. જ્યારે જીવીલ્સ ચાલી ખાતે આવેલા RK એસોસિએટ્સ એન્ડ હોટેલ્સને ૧૦ લાખ રૂપિયાનો દંડ કરાયો છે. મામલો માત્ર દંડ પૂરતો જ નથી, બંને કિચનની તાત્કાલિક સફાઈના આદેશ સાથે આગામી આદેશ ન મળે ત્યાં સુધી કિચન બંધ રાખ્યા સૂચના આપવામાં આવી છે. રેલવેમાં જતું આ ભોજન મુસાફરોના આરોગ્ય માટે કેટલું સુરક્ષિત છે, તેના પર હવે સવાલો ઊભા થયા છે. તપાસ દરમિયાન ચણા અને તુવેરદાળમાંથી જીવાત મળી હોવાનો મામલો સામે આવ્યો. સવાલ એ છે કે માત્ર ડેરોડા, દંડ અને કિચન બંધ કરવાની કાર્યવાહીથી સમસ્યાનો કાયમી ઉકેલ આવશે ખરો?...