રાજકોટના રાજેશ એક્સપોર્ટ્સના 9 ઠેકાણા પર EDના દરોડા; 190 કરોડ વિદેશ મોકલવાનો આરોપ !
-
સેબીએ પણ કંપની અને તેના ચેરમેનને શેરબજારમાંથી પ્રતિબંધિત કર્યા હતા
-
3000 કરોડની શંકાસ્પદ આયાત અને આફ્રિકાની ખાણોમાં ગુપ્ત રોકાણ
સિટી ન્યૂઝ@સુરત
ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જ્વેલરી બનાવતી કંપની રાજેશ એક્સપોર્ટ્સ અને તેના પ્રમોટર્સ સાથે સંકળાયેલા મુંબઈ અને બેંગલુરુના ૯ સ્થળો પર દરોડા પાડ્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તપાસ એજન્સીએ આ કાર્યવાહી FEMA એટલે કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ હેઠળ કરી હતી.તપાસ દરમિયાન કંપનીના ચોપડા અને વાસ્તવિક સ્ટોકમાં તફાવત જોવા મળ્યો છે. સાથે જ કંપની પર વિદેશી મુદ્રા નિયમોના ઉલ્લંઘન અને ગેરરીતિના આરોપો છે. તાજેતરમાં માર્કેટ રેગ્યુલેટર સેબીએ પણ કંપની અને તેના ચેરમેનને શેરબજારમાંથી પ્રતિબંધિત કર્યા હતા. ED અનુસાર, કંપનીના ખાતામાં જેટલું સોનું દર્શાવવામાં આવ્યું હતું, સ્થળ પર ભૌતિક સ્ટોક તેના કરતાં ૪૦% ઓછો મળ્યો છે.
આ ઉપરાંત, તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે બેનામીદારો દ્વારા રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડના શેરનો ઘણી વખત લે-વેચ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ગેરરીતિ દ્વારા દેશની બહાર લગભગ ૨૦ મિલિયન ડોલર એટલે કે લગભગ ૧૯૦ કરોડ રૂપિયા ગેરકાયદેસર રીતે મોકલવામાં આવ્યા છે.
કંપનીએ દર્શાવ્યું કે તેણે ૩,૦૦૦ કરોડનું દેવું ચૂકવવા માટે વિદેશથી સોનું આયાત કર્યું. પરંતુ ED ને શંકા છે કે આ સોનું ફક્ત કાગળો પર મંગાવવામાં આવ્યું હતું, વાસ્તવિકતામાં આવો કોઈ વ્યવહાર થયો ન હતો.કંપનીએ આફ્રિકાની સોનાની ખાણોમાં ૧,૦૦૦ કરોડથી વધુનું રોકાણ કર્યું. આશ્ચર્યજનક બાબત એ છે કે કંપનીએ આ મોટા રોકાણની માહિતી તેની કોઈપણ પેટાકંપનીના ખાતામાં નોંધાવી જ નથી. એટલે કે આ પૈસા ગુપ્ત રીતે રોકવામાં આવ્યા હતા. કંપનીએ ૪-૫ એવી વિદેશી કંપનીઓ સાથે ૩,૦૦૦ કરોડના વ્યવહારોને સરખા દર્શાવ્યા, જેમનો ટ્રેક રેકોર્ડ અત્યંત શંકાસ્પદ અને ગડબડવાળો છે.કંપનીએ વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૫ ની વચ્ચે કાગળો પર પોતાની કુલ કમાણીને ૧૫.૧૫ લાખ કરોડ રૂપિયા વધારીને બતાવી. એટલે કે જે કમાણી ખરેખર થઈ જ ન હતી, તેને પણ પોતાની કમાણી ગણાવી દીધી.કંપનીએ દાવો કર્યો કે આ જંગી કમાણી તેની સ્વિટ્ઝર્લૅન્ડ સ્થિત વિદેશી કંપનીમાંથી થઈ છે. જ્યારે તે વિદેશી કંપનીના અસલી ખાતાઓ (ઓડિટ રેકોર્ડ્સ) ની તપાસ થઈ, ત્યારે જાણવા મળ્યું કે ત્યાં તો ખૂબ જ નજીવી કમાણી થઈ હતી. કંપનીએ પોતાની કમાણીનો લગભગ પૂરો હિસ્સો એવી વિદેશી કંપનીઓના નામે દર્શાવી દીધો, જેમની અસલી જાણકારી સામાન્ય જનતા કે રોકાણકારો માટે ઉપલબ્ધ જ નથી.