Loading Please Wait !!!
અંધશ્રદ્ધા અને આસ્થાની આડમાં ખેલાયેલા હવસના ખેલનો પર્દાફાશ : રંગીલો ભૂવો!

  • ઢોંગી નરેશ ભૂવાએ યુવતીને ઘેનયુક્ત પ્રસાદ ખવડાવી ન્યુડ ફોટા પાડી દુષ્કર્મ આચરી બ્લેકમેલ કરતો હવસખોર તાંત્રીક
  • સોશિયલ મીડિયામાં સીનસપાટાકરી કરોડપતિ ભૂવો હોવાના ઢોંગ કરતો
  • રિલ્સમાં ભૂવાના ખેલ માંડમાં ધૂણતો ભૂવો

સીટી ન્યૂઝ@સુરત

સુરતમાં અંધશ્રદ્ધા અને આસ્થાની આડમાં ખેલાયેલા હવસના ખેલનો સિંગણપોર પોલીસે પર્દાફાશ કર્યો છે. ભક્તિના બહાને લક્ઝુરિયસ લાઈફ જીવતા અને ૧૨૦ની સ્પીડે કાર દોડાવતી સોશિયલ મીડિયા પર રોફ જમાવતા ઢોંગી નરેશ ભૂવાના પાપે એક નિર્દોષ યુવતીનું હસતું-રમતું ઘર ભાંગી ગયું છે. યુવતીને ઘેનયુક્ત પ્રસાદ ખવડાવી ન્યુડ ફોટા પાડી દુષ્કર્મ આચરી બ્લેકમેલ કરનાર આ તાંત્રિક અન્ય અનેક ભૂવાઓની લીડર હોવાની અને ઘણી યુવતીઓને શિકાર બનાવી હોવાની આશંકા સાથે પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે, ભૂવા નરેશે ૧૨૦ની સ્પીડે કાર ચલાવી રીલ્સ બનાવી હતી, તેમાં લખ્યું છે, ભગાડ ભગાડ. ભાડાના મકાનમાં રહેતો પણ સીનસપાટા કરોડપતિના કરતો હતો. અનેક યુવતીઓને ફસાવ્યાની આશંકા છે.

મળતી માહિતી મુજબ, સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતા એક પરિવારની ૨૩ વર્ષીય યુવતી વર્ષ ૨૦૨૫ના એપ્રિલ મહિનામાં અમરોલીના છાપરાભાઠા ખાતે રહેતા અને તાંત્રિક વિધિ કરતા નરેશ ચૌહાણ ઉર્ફે નરેશ ભૂવાના સંપર્કમાં આવી હતી. નરેશે યુવતીને ફોન કરીને જણાવ્યું હતું કે, હું સિંગણપોર ૪૦ રસ્તા પાસે આવેલી ‘યોગ હોટલ’માં રોકાયો છું, તું માતાજીના આશીર્વાદ અને પ્રસાદ લેવા આવી જા. અંધશ્રદ્ધામાં રાચતી યુવતી હોટલના રૂમમાં પહોંચતા નરેશે તેને ઘેનયુક્ત પ્રસાદ ખવડાવ્યો હતો. પ્રસાદ ખાધા બાદ યુવતીને ચક્કર આવવા લાગ્યા હતા અને તે બેભાન જેવી થઈ ગઈ હતી. આ સ્થિતિનો લાભ ઉઠાવી નરેશે યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું અને તેના ન્યુડ ફોટા પાડી લીધા હતા. દુષ્કર્મ આચર્યા બાદ પાપી ભૂવાએ અસલી રંગ બતાવ્યો હતો. તેણે યુવતીના ન્યુડ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલિંગ શરૂ કર્યું હતું. ફોટા કલીટ કરવાનું બહાનું ધરીને તે છેલ્લા એક વર્ષ દરમિયાન વારંવાર યુવતીને હોટલ પર બોલાવી મરજી વિરુદ્ધ શારીરિક શોષણ કરતો રહ્યો હતો. પીડિતા સતત માનસિક ત્રાસ અને બદનામીના ડર હેઠળ જીવતી રહી હતી.