AAPની ચૂંટણી બ્લુ પ્રિન્ટ તૈયાર; 66 પ્રભારી જ બનશે ઉમેદવાર?
- માસ્ટર સ્ટ્રોક: 2027ની ચૂંટણીમાં ઉમેદવારોને અત્યારથી જ ચૂંટણી રણ મેદાનમાં ઉતાર્યા !
- 182 વિધાનસભા બેઠકમાંથી 66 મજબૂત ઉમેદવારોને પ્રભારીને જવાબદારી સોંપી ચૂંટણીમાં લાગી જવા એલાન
સીટી ન્યૂઝ@ગાંધીનગર
ગુજરાતમાં ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી (AAP)એ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મોટી સંગઠનાત્મક જાહેરાત કરી છે. પાર્ટીએ રાજ્યની ૧૧ વિધાનસભા બેઠકો માટે પ્રભારીઓની નિયુક્તિ જાહેર કરી છે. આ નિયુક્તિઓ પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હોવાનું પાર્ટીએ જણાવ્યું છે. નવી યાદીમાં પાર્ટીના અગ્રણી નેતાઓ ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા, હેમંત જેવા સહિતના આગેવાનોને વિવિધ વિધાનસભા વિસ્તારોની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રભારીઓ સ્થાનિક સંગઠનને સક્રિય બનાવશે, કાર્યકરો સાથે સતત સંકલન રાખશે તેમજ આગામી ચૂંટણી માટે પાર્ટીની તૈયારીઓને વેગ આપશે. પાર્ટીનું માનવું છે કે ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં સંગઠનને વિધાનસભા અને બૂથ સ્તર સુધી વધુ મજબૂત બનાવવું જરૂરી છે. તે માટે પ્રભારીઓની નિયુક્તિને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં બાકીની બેઠકો માટે પણ પ્રભારીઓની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.
ક્યાં શહેરના કોણ પ્રભારી બન્યા
-
ડેડિયાપાડા-ચૈતર વસાવા
-
ગોંડલ-જીગીષાબેન પટેલ
-
જામજોધપુર-હેમંત ખવા
-
જસદણ-બ્રિજરાજ સોલંકી
-
ખંભાળિયા-ઈસુદાન ગઢવી
-
રાજકોટ પૂર્વ-રાહુલ ભૂવા
-
રાજકોટ ગ્રામ્ય-નરેન્દ્રભાઈ રાઠોડ
-
વિસાવદર-ગોપાલ ઈટાલિયા
વિધાનસભા બેઠક અને પ્રભારીનું નામ
| વિધાનસભા બેઠક | પ્રભારીનું નામ |
| અમરેલી | નિકુંજભાઈ સાવલિયા |
| અંકલેશ્વર | નિતિનભાઈ વસાવા |
| બાયડ | મહેશ પટેલ |
| બેચરાજી | ભાવેશ પટેલ |
| ભરૂચ | પિયુષ પટેલ |
| ભાવનગર પશ્ચિમ | મહિપાલસિંહ ઝાલા |
| બોટાદ | પરસોત્તમભાઈ દિયાભાઈ રાઠોડ |
| છોટાઉદેપુર | વિનુભાઈ રાઠવા |
| દાહોદ | ડો. દિનેશ મુનિયા |
| દાંતા | રાજેશભાઈ દામા |
| દસક્રોઈ | ઠાકોર અજીતભાઈ કાનાજી |
| ડેડિયાપાડા | ચૈતરભાઈ વસાવા |
| દીસા | રાજેશભાઈ ઠાકોર |
| ધંધુકા | હાનુભાઈ ગડોસભાઈ વાળા |
| દ્રાંગધ્રા | ડો. કિરીટસિંહ મનુભાઈ રાણા |
| ધરમપુર | કમલેશભાઈ પટેલ |
| ધારી | કાંતિભાઈ સતાસીયા |
| દ્રસ્કા | રુદાભાઈ આંબલીયા |
| ફતેપુરા | રાજુભાઈ વલવાઈ |
| ગણદેવી | પંકજ પટેલ |
| ગરબાડા | કેતનકુમાર કસનાભાઈ બામણીયા |
| ગોંડલ | જીગીષાબેન પટેલ |
| હાલોલ | રામચંદ્ર બારીયા |
| ઈડર | જંતીભાઈ પ્રજાની |
| જામજોધપુર | હેમંત ખવા |
| જામનગર ગ્રામ્ય | પ્રકાશ ધીરુભાઈ દોંગા |
| જસદણ | બ્રિજરાજ સોલંકી |
| જેતપુર (છોટાઉદેપુર) | રાધિકા રાઠવા |
| ઝઘડીયા | રજનીકાંતભાઈ વસાવા |
| કાલાવાડ | ડો. કલ્પેશ મકવાણા |
| કામરેજ | રામભાઈ ધાકડ |
| કાંકરેજ | પ્રભાતસિંહ સોલંકી |
| કપરાડા | ગુલાબભાઈ નાનાભાઈ પટેલ |
| ખંભાળિયા | ઈસુદાન ગઢવી |
| જેતલદ્રા | બિપીનચંદ્ર ગામીત |
| ખેરાલુ | આશાબેન છપિલાલભાઈ ઠાકોર |
| લિંબાયત | પંકજ તાયડે |
| લિમડી | મયુરભાઈ સાકરીયા |
| લીમખેડા | નરેશભાઈ પુનાભાઈ બારીયા |
| મહુવા (સૂરત) | ઈન્દ્રનભાઈ પટેલ |
| માણાવદર | રાજુભાઈ બોરખતરિયા |
| માંડવી (સૂરત) | સત્તાબેન રૂસ્તમભાઈ ગામીત |
| માંગરોળ (જૂનાગઢ) | પિયુષ પરમાર |
| માંગરોળ (સૂરત) | સ્નેહલ વસાવા |
| મોડાસા | રાજેશસિંહ પરમાર |
| મોરબી | પંકજ રાઠાસીયા |
| નાંદોદ | નિતિનભાઈ વસાવા |
| નિહોલ | જીગરભાઈ ડાભીયા |
| પ્રાંતિજ | કિરીટસિંહ પરમાર |
| રાધનપુર | ગોવિંદભાઈ ઠાકોર |
| રાજકોટ પૂર્વ | રાહુલ ભૂવા |
| રાજકોટ ગ્રામ્ય | નરેન્દ્રભાઈ રાઠોડ |
| રાજુલા | રાજુભાઈ સોલંકી |
| સંખેડા | નાનાભાઈ શાંતિભાઈ ભીલ |
| સંતરામપુર | બાબુભાઈ ડામોર |
| સોજિત્રા | વિજયભાઈ બારૈયા |
| તળાજા | માવજીભાઈ ઉકાભાઈ બાલિયા |
| તલસા | ટેન્ડેન્દ્ર સોલંકી |
| હકદારપાવાગઢ | મીનાક્ષીબેન હેટાભાઈ પટેલ |
| ઉધના | વિલાસભાઈ પાટીલ |
| ઉના | સેજલબેન ખૂંટ |
| વાગરા | નોપલ જેઠુભાઈ પટેલ |
| વરાછા રોડ | રજનીભાઈ વાઘાણી |
| વિસાવદર | ગોપાલ ઈટાલિયા |
| વડવાણા | વિક્રમ દવે |
| વાંકાનેર | અજીત લોખિલ |