આર્મીમાં શોર્ટ સર્વિસ કમિશન નોન ટેકનિકલ 70 જગ્યાની ભરતીની જાહેરાત
- 20 ઓગષ્ટ સુધીમાં અરજી કરી શકાશે
- ગ્રેજ્યુએશનની પદવી મેળવનાર એનસીસી સી સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારોને ચેન્નાઈમાં તાલીમ અપાશે
- માપદંડ નક્કી કરવા 28 જુલાઈના રોજ મહત્વની બેઠક
સિટી ન્યૂઝ@ગાંધીનગર
આર્મીમાં એનસીસી સ્પેશિયલ એન્ટ્રી સ્કીમ શોર્ટ સર્વિસ કમિશન (નોન ટેકનિકલ) ૭૦ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરાઈ છે. ઉમેદવારો ૨૦ ઓગષ્ટ સુધીમાં અરજી કરી શકશે. ગ્રેજ્યુએશનની પદવી મેળવનાર, એનસીસી સી સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારોને ચેન્નાઈમાં તાલીમ અપાશે. ઉમેદવારોને પ્રતિમાસ ૫૬,૧૦૦ સ્ટાઈપેન્ડ મળશે. ગ્રેજ્યુએશન સાથે એનસીસી સી સર્ટિફિકેટ જરૂરી: ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોવો જરૂરી છે. એનસીસી સીનિયર ડિવિઝન વિગમમાં સેવા સાથે સી સર્ટિફિકેટમાં ઓછામાં ઓધો બી ગ્રેડ હોવો જરૂરી છે. વય: પહેલી જાન્યુઆરી, ૨૦૨૭ના રોજ ઉમેદવારની ઉંમર ૧૯થી ૨૫ વર્ષની વચ્ચે હોવી જોઈએ.
ઉમેદવાર અપરણિત હોવો જોઈએ. ઇન્ટરવ્યુ બાદ મેરિટના આધારે પસંદગી થશે: ઉમેદવારોની આવેલી અરજીઓની ચકાસણી કરીને તેમને ઇન્ટરવ્યુ માટે બોલાવાશે, તે પછી મેડિકલ પરીક્ષણ અને મેરિટના આધારે અંતિમ પસંદગી કરાશે.
ઓનલાઈન અરજી માટે વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવું. ઉમેદવારોએ www.JoinIndianarmy.nic.in પર જઈ Officer Entry Application/ Loginમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યાર બાદ NCC Special Entry Course માટે અરજી કરી જરૂરી વિગતો ભરવાની રહેશે.