Loading Please Wait !!!
બાલાજી હનુમાન મંદિરે ચોકલેટ શણગાર અને અન્નફૂટના દર્શન

  • પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયા સહિત ધારાસભ્યો અને આગેવાનો દર્શને પહોંચ્યા

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટના ભુપેન્દ્ર રોડ સ્થિત સુપ્રસિદ્ધ શ્રી બાલાજી હનુમાનજી મંદિરે શનિવારે ચોકલેટ શણગાર અને ચોકલેટ અન્નકૂટ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. આ પ્રસંગે રાજ્યસભાના પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશભાઈ ટીલાણા અને રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ સહિત શહેરના અગ્રણી મહાનુભાવોએ બાલાજી દાદાના દર્શનનો લ્હાવો લીધો હતો.મહોત્સવ દરમિયાન બાલાજી દાદાને વિવિધ રંગબેરંગી ચોકલેટથી તૈયાર કરાયેલા આકર્ષક વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો. સાથે જ દાદાની સમક્ષ ચોકલેટથી વિશાળ અન્નકૂટ પણ તૈયાર કરવામાં હતો. અનોખા શણગારના દર્શન કરી મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોનો મંત્રમુગ્ધ બન્યા હતા.પૂર્વ સાંસદ અને ધારાસભ્યો સહિતના મહાનુભાવોએ દાદાના ચરણોમાં શીશ ઝુકાવી પ્રજાજનોની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે આશીર્વાદ મેળવ્યા હતા. મહોત્સવના અલૌકિક આયોજનની ઉપસ્થિત ભાવિકોએ પ્રશંસા કરી હતી.મહંત શાસ્ત્રી વિવેકસાગરદાસજી સ્વાગી, મહંત શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામી અને કોઠારી મુનિવત્સલદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ મહોત્સવમાં શહેરભરમાંથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા હતા.