Loading Please Wait !!!
બેટ દ્વારકા મંદિરનો અબજોનો ખજાનો ગાયબ?

  • પત્રકાર બુધાભા ભટ્ટીએ કર્યા ચોંકાવનારા ખુલાસાઓ
  • આઠ પટારા ભરેલો ખજાનો 1984 થી એટલેકે 42 વર્ષ પછીપણ કોઈહિસાબ નહીં

 

  • સિટી ન્યૂઝ@રાજકોટ

દેવભૂમિ દ્વારકા અને ખાસ કરીને બેટ દ્વારકા માત્ર એક ભૌગોલિક વિસ્તાર નથી, પરંતુ કરોડો સનાતની હિન્દુઓની અતૂટ આસ્થાનું જીવંત કેન્દ્ર છે. ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ તરીકે ઓળખાતી આ પવિત્ર ભૂમિ પર આજે ગંભીર પ્રશ્નોના વાદળો ઘેરાયા છે. અયોધ્યામાં ભગવાન રામના મંદિર અને મથુરામાં કૃષ્ણ જન્મભૂમિના વિવાદોની જેમ, બેટ દ્વારકાધીશના મંદિરમાં રહેલા પ્રાચીન ખજાના અને મંદિરની વર્તમાન વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા થયા છે. આ સમગ્ર મામલાના મુખ્ય સૂત્રધાર અને પત્રકાર બુધાભા ભાટી દ્વારા કરવામાં આવેલા ચોંકાવનારા ખુલાસાઓ એક એવી સ્થિતિ તરફ ઈશારો કરે છે, જ્યાં આસ્થાના નામે કથિત રીતે મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવું તેનું લાગે છે.

સૌથી મોટો અને ચિંતાનો વિષય બેટ દ્વારકા મંદિરના પ્રાચીન ખજાનાનો છે. વાત ૧૯૮૪ની છે, જ્યારે સુરક્ષાના કારણોસર ભગવાનના આઠ મોટા પટારા ભરીને કિંમતી હીરા, મોતી, માણેક અને સોના-ચાંદીના અનમોલ દાગીનાને બેટ દ્વારકાથી અમદાવાદની કોઈ રાષ્ટ્રીયકૃત બેંકના લોકરમાં ખસેડવામાં આવ્યા હતા. આજે ૪૨ વર્ષ વીતી ગયા હોવા છતાં, તે ખજાનો અત્યારે ક્યાં છે, કેટલો છે અને તેની વર્તમાન સ્થિતિ શું છે, તે વિશે કોઈ સત્તાવાર કે સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી. માત્ર ખજાનો જ નહીં, પરંતુ મંદિરની વર્તમાન વ્યવસ્થા પણ અનેક શંકાઓને જન્મ આપી રહી છે. પત્રકાર બુધાભા ભાટી અને બેટ દ્વારકા ધર્મરક્ષા સમિતિએ વર્ષોથી મામલતદારથી લઈને છેક રાષ્ટ્રપતિ સુધી આવેદનપત્રો આપીને ન્યાયની માંગ કરી છે. તેમનો એક જ ઉદ્દેશ્ય છે: સત્ય બહાર આવે. તેઓ કોઈ વ્યક્તિની વિરુદ્ધ નથી, પરંતુ આસ્થાના કેન્દ્રને થતા નુકસાનને રોકવા માંગે છે. આ એક ધર્મયુદ્ધ સમાન છે.