Loading Please Wait !!!
ભાજપમાં શિસ્તભંગ કરનારાઓનું બ્લેકલિસ્ટ તૈયાર !

ભારતીય જનતા પાર્ટી, ગુજરાત

પક્ષવિરોધીઓને અલ્ટીમેટમ; ’શ્રી કમલમ’માં ગુપ્ત બેઠક બાદ ભાજપમાં કડક એક્શનનું કાઉન્ટડાઉન શરૂ !

સિટી ન્યૂઝ | ગાંધીનગર

ગુજરાત ભાજપમાં ફરી એકવાર શિસ્તના મામલે આકરા પ્રહારો કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પક્ષના સત્તાવાર આદેશોનું ઉલ્લંઘન કરી પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થયેલા નેતાઓ અને કાર્યકર્તાઓ સામે હાઈકમાન્ડ હવે સખત કાર્યવાહી કરવાના મૂડમાં છે. આ મામલે ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય ’શ્રી કમલમ’ ખાતે શિસ્ત સમિતિની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં શિસ્તભંગ કરનારાઓ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવા માટેનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, આ મહત્વપૂર્ણ બેઠકનો મુખ્ય હેતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન પક્ષના સત્તાવાર ઉમેદવારોને હરાવવા અથવા તેમની વિરુદ્ધ કામ કરનારા આંતરિક તત્વો સામે આવેલી ફરિયાદોની તપાસ કરવાનો હતો. આ સુનાવણી દરમિયાન શિસ્ત સમિતિ સમક્ષ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા નેતાઓ અને તેમની સામે ફરિયાદ કરનાર ફરિયાદીઓ-એમ બંને પક્ષોને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા.

શંકાસ્પદ નેતાઓ પાસેથી તેમની કામગીરી અંગે ખુલાસા મંગાયા સમિતિ દ્વારા વાદી અને પ્રતિવાદી બંને પક્ષોની દલીલોને વિગતવાર સાંભળવામાં આવી હતી. કમલમ ખાતે હાજર રહેલા શંકાસ્પદ નેતાઓ પાસેથી તેમની શંકાસ્પદ કામગીરી અંગે ખુલાસા માંગવામાં આવ્યા હતા, જ્યારે ફરિયાદીઓ દ્વારા કરવામાં આવેલા ઓડિયો, વીડિયો કે અન્ય પુરાવાઓની પણ ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. શિસ્ત સમિતિ દ્વારા આ સુનાવણીના આધારે એક વિસ્તૃત અને ગુપ્ત રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

  • મિશન 2027 માટે ભાજપ સજ્જ
  • અમિત શાહની અધ્યક્ષતામાં આવતીકાલે કમલમ ખાતે બેઠક!

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓને હજુ ભલે વાર હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ પોતાની વિજયકૂચ જાળવી રાખવા માટે કમર કસી લીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ આજે મોડી રાત્રે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આવતીકાલે સવારે જગન્નાથ મંદિરે મંગળા આરતીના દર્શન કર્યા બાદ, બપોરે ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ મુખ્યાલય ’કમલમ’ ખાતે એક અત્યંત મહત્વની બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકનો મુખ્ય એજન્ડા વર્ષ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીઓ માટે માસ્ટર પ્લાન અને વ્યૂહરચના તૈયાર કરવાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે બપોરે ૧ વાગ્યા પછી ’કમલમ’ પહોંચશે, જ્યાં બેઠકનો વિધિવત પ્રારંભ થશે. આ હાઈપ્રોફાઈલ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભાજપ સંગઠનના ટોચના હોદ્દેદારો અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ચૂંટણીઓ માટે પાયાના સ્તરેથી તૈયારીઓ શરૂ કરવાનો અને સરકાર-સંગઠન વચ્ચેના સંકલનને વધુ મજબૂત બનાવવાનો છે. બેઠક દરમિયાન અમિત શાહ સંગઠનના હોદ્દેદારો અને પાયાના કાર્યકર્તાઓને આગામી સમયમાં જનસંપર્ક તેજ કરવા તેમજ સંગઠનને આયોજનબદ્ધ રીતે વધુ મજબૂત કરવા અંગેનું સચોટ માર્ગદર્શન આપશે.

આગામી દિવસોમાં સસ્પેન્શન સહિતના કડક શિક્ષાત્મક પગલાં લેવાઈ શકે સૂત્રોનું માનીએ તો, આ રિપોર્ટના તારણોને આધારે આગામી દિવસોમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કેટલાક મોટા માથાઓ અને હોદ્દેદાર સામે સસ્પેન્શન સહિતના પગલાં લેવામાં આવી શકે છે. ભાજપ આ આકરા નિર્ણયો દ્વારા પક્ષના નાનામાં નાના કાર્યકર્તાથી લઈને મોટા નેતાઓ સુધી એવો સ્પષ્ટ સંકેત આપવા માંગે છે કે પક્ષમાં શિસ્તભંગ ચલાવી લેવામાં આવશે નહીં. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં શિસ્ત સમિતિના આ રિપોર્ટના આધારે કયા-કયા જાણીતા ચહેરાઓ સામે પક્ષનું આકરું બુલડોઝર ફરે છે.

સમિતિએ તૈયાર કરેલો રિપોર્ટ ટૂંક સમયમાં પ્રદેશ પ્રમુખને સોંપાશે આ રિપોર્ટમાં કયા સ્તરના નેતા કે કાર્યકર્તાએ કયા પ્રકારની પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે, કોને મદદ કરી છે અને તેના કારણે પક્ષને કઈ બેઠકો પર કેટલું નુકસાન વેઠવું પડ્યું છે, તેની તમામ વિગતો આવરી લેવામાં આવશે. સમિતિ દ્વારા તૈયાર કરાયેલો આ અંતિમ રિપોર્ટ ટૂંક સમયમાં જ ભાજપના પ્રદેશ પ્રમુખને સોંપવામાં આવશે.