Loading Please Wait !!!
દ્વારકામાં ભગવાનના નામે ધંધો VIP માટે સ્વર્ગ, ભક્તો માટે નરક!

ભગવાનના દ્વારે ભેદભાવ; મંદિરના સંચાલકો વી.આઈ.પી. કલ્ચરને પ્રોત્સાહન આપે છે !

  • સામાન્ય શ્રધ્ધાળુઓને પીવાનું પાણી, બેસવાની યોગ્ય વ્યવસ્થા અને સ્વચ્છતાઓ અભાવ

  • સ્થાનિક-પુરોહિતો અને બ્રાહ્મણોનું શોષણ થઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો

ગૌશાળાની પહોંચના નામે વધારાના ચાર્જ વસૂલવા જેવી નવી પરંપરાઓ પણ શરૂ કરવામાં આવી હોવાનો આરોપ

સિટી ન્યૂઝ@દ્વારકા

દ્વારકા મંદિરની વ્યવસ્થાને લઈને છેલ્લા કેટલાક સમયથી અનેક ગંભીર પ્રશ્નો સામે આવી રહ્યા છે. સામાન્ય શ્રદ્ધાળુઓને મંદિર પરિસરમાં પીવાનું શુદ્ધ પાણી, બેસવાની યોગ્ય વ્યવસ્થા અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળતી નથી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. બીજી તરફ, ખાસ લોકોને પ્રાથમિકતા આપવામાં આવતી હોવાના મુદ્દે પણ ચર્ચા તેજ બની છે.

એક તરફ જ્યાં મંદિરના સંચાલકો વીઆઈપી કલ્ચરને પ્રોત્સાહન આપીને ખાસ લોકોને દર્શન કરાવવામાં વ્યસ્ત છે, ત્યાં બીજી તરફ સામાન્ય શ્રદ્ધાળુઓ માટે પાયાની સુવિધાઓ જેવી કે પીવાનું પાણી, બેસવાની યોગ્ય વ્યવસ્થા અને સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે.

જે સ્થાનિક બ્રાહ્મણ સમાજ પેઢીઓથી ભગવાનની સેવામાં સમર્પિત છે, તે આજે અંદરખાને દબાણ હેઠળ જીવી રહ્યો છે. જો કોઈ આ અંગે અવાજ ઉઠાવે, તો તેમને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવે છે. આ એક એવી પરિસ્થિતિ છે જ્યાં સત્યને દબાવવા માટે સત્તા અને ધમકીનો ઉપયોગ થઈ રહ્યો છે. ગૌશાળાની પહોંચના નામે વધારાના ચાર્જ વસૂલવા જેવી નવી પરંપરાઓ પણ શરૂ કરવામાં આવી છે, જે આસ્થાના વેપારીકરણ તરફ નિર્દેશ કરે છે.