Loading Please Wait !!!
ગિરનાર જવા પહેલા રજિસ્ટ્રેશન ફરજિયાતયાત્રાળુઓએ ID પ્રુફ ફરજિયાત પણ સાથે રાખવું પડશે

સિંહના હુમલા બાદ યાત્રા માટે નવા નિયમો લાગુ 

સિટી ન્યૂઝ | જુનાગઢ ગિરનાર પર્વત પર દર્શનાર્થે આવતા હજારો યાત્રાળુઓની સુરક્ષાને સર્વોપરી ગણીને વહીવટી તંત્ર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. યાત્રાળુઓની સુવ્યવસ્થિત અવરજવર સુનિશ્ચિત કરવા, તેમની ચોક્કસ સમયસર માહિતી મેળવવા અને કોઈપણ પ્રકારની આપત્તિ કે કટોકટીમાં સમયે ઝડપી અને અસરકારક પ્રતિસાદ આપી શકાય તે હેતુથી પ્રાયોગિક ધોરણે 'IN/OUT' ઓનલાઈન રજિસ્ટ્રેશન સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. આ નવીન સિસ્ટમનો અમલ આજ ૧૮ જુલાઈથી શરૂ કરવામાં આવ્યો. દરેક યાત્રાળુએ પોતાની સાથે કોઈપણ એક અધિકૃત ઓળખ કાર્ડ (આઈડી પ્રુફ) ફરજિયાતપણે સાથે રાખવું પડશે, જે યાત્રિકો પાસે સ્માર્ટફોન ઉપલબ્ધ નહીં હોય અથવા જેમને ઓનલાઈન પ્રક્રિયામાં મુશ્કેલી પડતી હોય, તેમની ચિંતા કરવાનું કોઈ કારણ નથી. તેમની સુવિધા માટે સ્થળ પર જ વહીવટી તંત્ર અને વન વિભાગનો સ્ટાફ ફરજત રહેશે. આ સ્ટાફની મદદથી આવા યાત્રિકોનું ઓફલાઈન રજિસ્ટ્રેશન સ્થળ પર જ વિનામૂલ્યે અને સરળતાથી કરી આપવામાં આવશે.

ગિરનારમાં IN/OUT સિસ્ટમ લાગુ

  • સ્ટેપ ૧ : ક્યુઆર કોડ સ્કેન કરો અથવા વેબસાઈટ ઓપન કરો https://Register.bhavnathtemple.com

  • સ્ટેપ ૨ : તમારી જરૂરી વિગતો (જેમ કે નામ, મોબાઈલ નંબર વગેરે) ભરો.

  • સ્ટેપ ૩ : ઓળખ કાર્ડ (ID Proof) તૈયાર રાખો. એક અધિકૃત ઓળખ કાર્ડ સાથે રાખો અને તેની વિગત પોર્ટલમાં સબમિટ કરો.

  • સ્ટેપ ૪ : યાત્રા શરૂ કરતી વખતે 'IN' કરો. પોર્ટલ પર 'IN' ઓપ્શન સિલેક્ટ કરીને તમારી ઓનલાઈન એન્ટ્રી કન્ફર્મ કરો.

  • સ્ટેપ ૫ : યાત્રા પૂર્ણ થયા બાદ 'OUT' કરીને ફરીથી પોર્ટલ ઓપન કરી 'OUT' ઓપ્શન પર ક્લિક કરો.