Loading Please Wait !!!
સોનાની તંગી; સપ્લાય ખોરવાતા બજારમાં હાહાકાર

  • ગોલ્ડ માર્કેટમાં મોટું સંકટ: સોના-ચાંદીની સપ્લાય પર બ્રેક
  • કસ્ટમ્સ ક્લિઅરન્સ અટકતા દેશમાં સોના-ચાંદીની આયાત ઠપ્પ !

સિટી ન્યૂઝ@નવીદિલ્હી : કસ્ટમ્સ સત્તાવાળા દ્વારા ક્લિઅરન્સ ઓર્ડર જારી કરવામાં નહીં આવતા દેશમાં સોનાચાંદીની આયાત અવરોધાઈ હોવાનો બજારના સુત્રો દાવો કરી રહ્યા છે. ભારતના વાણિજ્ય મંત્રાલયે સોનાચાંદીની બેન્કો મારફત આયાત કરવા નવી યાદી ઢીલમાં જાહેર કરી હતી ત્યારે હવે કસ્ટમ્સ સત્તાવાળા દ્વારા તેમનો પોતાનો અલગ ક્લિઅરન્સ ઓર્ડર બહાર પડાયો નથી જે વિદેશમાંથી આવતા માલસામાનને છૂટો કરવા બંદર તથા એરપોર્ટ સત્તાવાળા માટે આવશ્યક હોય છે.અક્ષય તૃતિયા બાદ જ્વેલરો સોનાચાંદીનો સ્ટોક વધારવા માગે છે, પરંતુ બેન્કો તરફથી માલ મળતો નહીં હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

નવું નાણાં વર્ષ શરૂ થયાને એક મહિના કરતા વધુ સમય વીતિ જવા છતાં, બેન્કો કન્સાઈનમેન્ટની ડિલિવરી લઈ શકતી નથી. ઈન્ટીગ્રેટેડ ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસમાંથી સોનાચાંદીને મુક્તિ અપાશે કે કેમ તે મુદ્દે બેન્કો સ્પષ્ટતા ઈચ્છી રહી હોવાનું એક બેન્કરે જણાવ્યું હતું.સોનાચાંદીને અગાઉ મુક્તિ અપાઈ હતી પરંતુ તે ચાલુ રહેશે કે કેમ તે મુદ્દે કોઈ સ્પષ્ટતા નથી.ઊંચા ભાવને કારણે સોનાચાંદીની માગ પર અસર પડી છે, પરંતુ આયાત ઢીલને કારણે ઘરઆંગણે માલની અછત પ્રવર્તી રહી હોવાનો સ્થાનિક ટ્રેડરે દાવો કર્યો હતો.આંતરરાષ્ટ્રીય ભાવ સામે ઘરઆંગણે સોનાના ભાવ પર પ્રતિ ઔંસ ૨૦ ડોલર પ્રીમિયમ બોલાઈ રહ્યું છે.

સોના-ચાંદીની આયાત અટકવાના મુખ્ય કારણો

  • વાણિજ્ય મંત્રાલયે નવી આયાત યાદી જાહેર કરી, પરંતુ કસ્ટમ્સ ક્લિઅરન્સ ઓર્ડર હજુ બહાર પડ્યો નથી.
  • બંદર અને એરપોર્ટ સત્તાવાળાઓ પાસે માલ છોડવા જરૂરી મંજૂરીનો અભાવ.
  • બેન્કો IGST (ઈન્ટિગ્રેટેડ GST) મુક્તિ મુદ્દે સ્પષ્ટતા માગી રહી છે.
  • નવા નાણાકીય વર્ષની આયાત પરવાનગી આ વર્ષે મોડેથી જાહેર થઈ.
  • બેન્કો કન્સાઈનમેન્ટની ડિલિવરી લઈ શકતી નથી, જેથી જ્વેલરોને માલ મળતો નથી.
  • હાલ આયાતનો મુખ્ય રસ્તો માત્ર India International Bullion Exchange હોવાથી સપ્લાય ધીમી પડી.
  • એક્સચેન્જ મારફત આયાતમાં વધુ સમય અને વર્કિંગ કેપિટલ અટવાવાની સમસ્યા.
  • આંતરરાષ્ટ્રીય ભાવ સામે સ્થાનિક બજારમાં સોનાં પર પ્રતિ ઔંસ 20 ડોલર સુધી પ્રીમિયમ બોલાઈ રહ્યું છે.
  • ઊંચા ભાવ અને ધીમી આયાતને કારણે ઘરઆંગણે સોનાચાંદીની અછત સર્જાવાના એંધાણ