Loading Please Wait !!!
મોવિયામાં 8 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો: ત્રિપુટી ઝડપાઈ

=> લગ્નો ખર્ચ કાઢવા ચોરી કરી, ચોરીના પૈસામાંથી સવા બે લાખ લગ્નમાં ખર્ચ્યા

=> ઘાંટવડીયા ગેંગ પાસેથી ચાંદીના તમામ દાગીના અને 20 હજાર રોકડા કબજે કર્યા

  • સિટી ન્યૂઝ@ગોંડલ

ગોંડલ તાલુકાના મોવિયા ગામે સુરેશ હીરાપરાની વાડીએ રહી મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના નનેશ માવીના વાડીમાં આવેલા મકાનમાંથી પાંચ દિવસ પહેલા થયેલી આઠ લાખ કરતા વધુની ગત્તની ચોરીનો ભેદ એલસીબીએ ઉકેલી લઈ ફોડીનારના ઘાંટવડ ગામે રહેતા લખન વિજય રાઠોડ, તેની પત્ની નીશા અને ભાઈ ચેતનજી ધરપકડ કરી ૮.૧૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો ઝડપાયેલા આરોપીઓ ઘાંટવડીયા ગેંગ તરીકે ઓળખાય છે. હાલ બૂઝ રહેતા રૂપસંગ રાઠોડની પણ સંડોવણી ખુલી છે. તે ભાગી જતાં એલસીબીએ શોધખોળ શરૂ કરી છે. મોટી રકમની મતાની ચોરી હોવાથી એલસીબી પીઆઈ જે.પી.રાવ અને પીએસઆઈ એચ.સી.ગોહિલે તપાસમાં ઝુકાવ્યું હતું તપાસ દરમિયાન સીસીટીવી આધારે ત્રણેય આરોપીઓની ઓળખ મેળવી ઝડપી લીધા હતા. આ ટોળકી મુળવ્વે સીમ અને વાડી વિસ્તારમાં આવેલા મકાનમાંથી દિવસ દરમિયાન ચોરી કરવાની ટેવ ધરાવે છે. ચોરી કરવા માટે ગેંગના સભ્યો ઝૂંપડા બાંધીને રહેતા હતા, દિવસ દરમિયાન ભિસા અને મજુરીના બહાને આંટાફેરા કરી રેકી કર્યા બાદ ગુંડાલાથી કોઈ વાહનમાં મોવિયા સુધી જઈબાદમાં ચોરી કર્યા બાદ ઝૂંપડા કાઢી નાંખી સ્થાના થઈ ગયા હતા. એલસીબીએ તપાસમાં જાણવા મળ્યું કે, મુખ્ય આરોપી લખનના નાના ભાઈ શંકરના લગ્ન નક્કી થતા હતા. જે માટે પૈસાની જરૂર હોવાથી ચોરી કરી હતી. ચોરીમાં મોટી મતા હાથમાં આવતા કન્યા પક્ષને દબાણ અને જમણવાર પાછળ સવા બે લાખ કરી, મુર્હત જોયા વગર તત્કાલ લગ્ન નાખ્યા હતા. જેમાં ડ્રીજે, દહેજ જેવી રકમ ખર્ચ કરી નાંખી હતી આ રીતે લગ્ન કરાવી નાખ્યા બાદ ઝડપાયા હતા. એલસીબીએ હવે બાકીના સવા બે લાખ રૂપિયા કબજે કરવા તજવીજ શરૂ કરી છે. કુલ ૩ લાખ રોકડા ઉપરાંત ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. ચાંદીના તમામ દાગીના ફબજે થઈ ગયા છે. જ્યારે ૩ લાખની રોકડમાંથી માત્ર ૨૦ હજાર કબજે થયા છે.