Loading Please Wait !!!
ગુજરાતમાં આતંકી નેટવર્ક એક્ટિવ? ATSએ 8 આતંકીઓ ઝડપ્યા

મોટું ઓપરેશન : જૈશ-એ-મોહમ્મદ રાજ્યમાં નેટવર્ક સક્રિય કામગીરી કરી રહ્યા હતા

મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ATSનું ઓપરેશન : ગુજરાતને આતંકવાદી બનાવનાર 8 હરામખોરો

સિટી ન્યૂઝ@ગાંધીનગર

દેશની આંતરિક સુરક્ષાને પ્રભાવિત કરવાના એક મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો છે. સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગુજરાત અને મધ્ય પ્રદેશના વિવિધ જિલ્લાઓમાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા ૮ આતંકીઓની ધરપકડ કરી છે. આ ઓપરેશનને પગલે બંને રાજ્યોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે.

અહેવાલો અનુસાર, પકડાયેલા તમામ આરોપીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સક્રિય સભ્યો છે અને લાંબા સમયથી સંગઠન વતી ગુપ્ત રીતે કામ કરી રહ્યા હતા. તે આતંકવાદી સંગઠનના સંપર્કમાં રહીને ગુજરાત રાજ્યમાં સંગઠનના નેટવર્કને મજબૂત કરવા તેમજ આતંકવાદી પ્રવૃત્તિઓ અને દેશવિરોધી કૃત્યોને આગળ ધપાવવા માટે સક્રિય હતા. સ્થાનિક સ્તરે રેકી કરવા અને યુવાનોને ગેરમાર્ગે દોરવા પાછળ પણ તેમનો હાથ હોવાની આશંકા સેવાઈ રહી છે.

આતંકીઓના આ મોડ્યુલ અંગે કેન્દ્રીય અને રાજ્યની સુરક્ષા એજન્સીઓને ચોક્કસ ગુપ્ત માહિતી મળી હતી. જેના આધારે ટેક્નિકલ સર્વેલન્સ ગોઠવીને ગુજરાત અને મધ્ય પ્રદેશના અલગ-અલગ શંકાસ્પદ ઠેકાણાઓ પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ સર્ચ ઓપરેશન દરમિયાન ૮ આરોપીઓ આબાદ ઝડપાઈ ગયા હતા.

પકડાયેલા આતંકવાદીઓમાં અહમદ અબ્દુલ્લા ગાજીવાળા, ઈબ્રાહિમ મોહમ્મદ હુસેન ધાધા, મુદસ્સિર અબ્દુલ્લા ગાજીવાળા, ઝકારિયા દૂરાની, મુફ્તિ ફૌજાન, મોહમ્મદ અમીન શેરા, મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવડી અને બિલાલ મોહમ્મદનો સમાવેશ થાય છે. આ તમામ શખ્સો સામે દેશવિરોધી પ્રવૃત્તિઓ અને આતંકવાદી નેટવર્ક સાથે જોડાયેલા હોવાના ગંભીર આરોપો હેઠળ એટીએસ દ્વારા આગળની કાયદેસરની તપાસ અને સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.