Loading Please Wait !!!
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર: 13 બાળકોનાં જીવ લીધા

  • એલર્ટ : 2 પોઝિટિવ સહિત 7 સારવાર હેઠળ
  • મચ્છર-માખી કરડવાથી ફેલાય છે : વાયરસ સીધો મગજ ઉપર અસર કરે છે, હજુ સુધી દવા બની નથી

સીટી ન્યૂઝ@ગાંધીનગર

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાં જ ચાંદીપુરા વાયરસનો આતંક જોવા મળી રહ્યો છે. ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી અને પંચમહાલ સહિતના જિલ્લાઓમાં આ જીવલેણ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેના કારણે આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે.

અત્યાર સુધી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી ચાંદીપુરા વાયરસ અને તેના શંકાસ્પદ લક્ષણોના કારણે બાળકોના મૌતના સમાચારો સામે આવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં (૧૩ જુલાઈ) કુલ ૧૩ બાળકનાં મોત થયા છે. જેમાં ૩ પોઝિટિવ અને ૯ શંકાસ્પદ બાળકનાં મોત થયા છે. જ્યારે હાલ ૨ પોઝિટિવ બાળક ગાંધીનગર સિવિલમાં દાખલ છે અને અન્ય ૫ શંકાસ્પદ માસૂમ અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સત્તાવાર માહિતી અને લેબોરેટરી રિપોર્ટના આધારે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૩ બાળકનાં મોત ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવવાના કારણે થયા છે, જેમાં પંચમહાલના ગોધરા ખાતે રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર દરમિયાન ૨ બાળકનાં મોત નિપજ્યાં હતા, જ્યારે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા રાજસ્થાનના ૧ બાળકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા બાદ તેનું મોત થયું હતું. બીજી તરફ, લેબોરેટરી રિપોર્ટ નેગેટિવ આવ્યા હોય અથવા રિપોર્ટ આવે તે પહેલાં જ તીવ્ર તાવ, આંચકી અને ઉલટી જેવા શંકાસ્પદ લક્ષણો સાથે દમ તોડ્યો હોય તેવા બાળકોની સંખ્યા પણ ઘણી મોટી અને ચિંતાજનક છે. સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા કુલ ૬ બાળકના મોત નોંધાયા છે, જ્યાં દાખલ કરાયેલા કુલ ૭ શંકાસ્પદ કેસમાંથી ૬ બાળકના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને માત્ર ઉપર જણાવેલ રાજસ્થાનનો ૧ કેસ જ પોઝિટિવ હતો.

આ ઉપરાંત પંચમહાલના ગોધરા અને કાલોલમાં પણ શંકાસ્પદ લક્ષણોથી કુલ ૪ બાળકના મોત થયા છે, જેમાં ગોધરા તાલુકાના વીરજોલ અને સરદારપુરા ગામના ૨ બાળકના અગાઉ ૪ મોત થઈ ચૂક્યા હતા, જ્યારે ગત ૧૨ જુલાઈના રોજ વધુ બે માસૂમે જીવ ગુમાવ્યા હતા.

ગુજરાતમાં વાયરસથી 12 બાળકનાં મોત

  • ચાંદીપુરા વાયરસમાં સત્તાવાર પોઝિટિવ કેસમાં ૩ બાળકનાં મોત

  • ગોધરા (પંચમહાલ): રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર દરમિયાન ૨ બાળકના મોત

  • રાજસ્થાનનો કેસ (હિંમતનગર સિવિલ): હિંમતનગર હોસ્પિટલમાં દાખલ રાજસ્થાનના એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મોત

  • શંકાસ્પદ લક્ષણો ધરાવતા કેસમાં થયેલા મોત

  • હિંમતનગર સિવિલ હોસ્પિટલ: ચાંદીપુરા લક્ષણો ધરાવતા કુલ ૫ બાળકના મોત

  • પંચમહાલ (ગોધરા/કાલોલ) જિલ્લો: જિલ્લામાં શંકાસ્પદ લક્ષણોથી કુલ ૪ બાળકનાં મોત

ચાંદીપુરા વાયરસના લક્ષણો શું છે?

  • સંક્રમિત થનારા દર્દીને જોરદાર તાવ આવે છે.

  • ફ્લૂ જેવાં લક્ષણ અને એન્સેફલાઈટિસની ફરિયાદ રહે છે. બીલટી, ગરદનમાં ખેંચાણ અને માથાનો દુખાવો.

વાયરસથી બચવા શું કરશો?

  • બાળકોને જંગલોમાં જવાથી રોકવા.

  • મચ્છર-માખીનો ઉપદ્રવ અટકાવવો.

  • લક્ષણો દેખાતા જ ડોક્ટરની સલાહ લેવી.

વાયરસ કેટલો ખતરનાક છે?

  • સારવાર માટે કોઈપણ એન્ટી વાયરસ દવા બની નથી.

  • એડવાન્સ સ્ટેજમાં કોમા અને મૃત્યુ જેવું જોખમ રહે છે.

  • આ વાયરસનો મૃત્યુદર ૭૫% સુધીનો છે. વાયરસ સીધો મગજ પર અસર કરે છે.