શાંત ગુજરાતમાં હિંસાનો વિસ્ફોટ: જાહેરમાં ખૂની ખેલ
- અડાલજમાં યુવકની નગ્ર લાશનો ભેદ ઉકેલાયો
- નાસ્તો ક્યાં મળશે તે પૂછવા મુદ્દે યુવકની જાહેરમાં હત્યા
સીટી ન્યૂઝ@ગાંધીનગર
કુડાસણ-પોર રોડ પરથી ગત ૩ જુલાઈના રોજ એક અંદાજે ૨૫ વર્ષના અજાણ્યા યુવકની નગ્ર હાલતમાં લાશ મળી આવી હતી. શરૂઆતમાં પોલીસે અકસ્માત કે સામાન્ય મોત સમજીને તપાસ શરૂ કરી હતી, પરંતુ પેનલ ડોક્ટરો પાસે પોસ્ટમોર્ટમ કરાવતા આ એક ઘાતકી હત્યા હોવાનું સામે આવ્યું છે. અડાલજ પોલીસે સીસીટીવી (CCTV) ફૂટેજ અને સ્થાનિકોની પૂછપરછના આધારે આ ક્રૂર હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને ગામના જ ૭ શખ્સો સામે અપહરણ તથા હત્યાનો ગુનો નોંધી તેમની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. ૩ જુલાઈની રાત્રે સાડા બારેક વાગ્યે કુડાસણના ત્રણ મિત્રો (તરૂણ ઠાકોર, ઉજ્જવલ ઠાકોર અને પ્રકાશ ઠાકોર) ભાટ સર્કલથી નાસ્તો કરીને એક્ટિવા પર ઘરે જઈ રહ્યા હતા. અચાનક વાહન રોકવા બાબતે ઉજ્વલે યુવકને ધક્કો આપતા બંને વચ્ચે ઝપાઝપી થઈ ગઈ. દરમિયાન અન્ય બે શખ્સો (કૃપેશ ઠાકોર અને નિતેશ ઉર્ફે ગગો) પણ ત્યાં આવી પહોંચ્યા અને પાંચેય જણાએ યુવકને માર મારવાનું શરૂ કર્યું. મારથી બચવા માટે યુવક દોડીને સ્કૂલની અંદર ઘૂસી ગયો, પરંતુ સ્કૂલની અંદર ગયા અને તેને શોધી કાઢીને લાકડાના ધોકા વડે વારાફરતી મારતા-મારતા બહાર લાવ્યા, બળીયાદેવ મંદિર પરિસરમાં બધાએ ભેગા મળીને યુવકના કપડાં ઉતારી તેને નગ્ર કરી દીધો. ત્યારબાદ તેને દોરડાથી બાંધીને લાકડાના ધોકા વડે વારાફરતી એટલો ઢોર માર માર્યો કે યુવક ત્યાં જ દમ તોડી દીધો.
- ગામના જ 7 શખ્સો સામે અપહરણ તથા હત્યાનો ગુનો નોંધી તેમની ધરપકડ
- ક્રાઈમ રીલ જોઈ હત્યાને અંજામ આપ્યો
- જેતપુરમાં લોહિયાળકાંડ: માતાના લિવ-ઈન પાર્ટનરને પુત્રએ જાહેરમાં ચાકુના ઘા માર્યા
- આરોપીની પોલીસે કરી ધરપકડ
સીટી ન્યૂઝ@જેતપુર
જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં બપોરના સમયે જાહેરમાં એક યુવકની ફરીણ હત્યા કરવામાં આવી છે. ધોળા દિવસે બનેલી ઘટનાના દ્રશ્યો નજીકના CCTV કેમેરામાં પણ કેદ થઈ ગયા હતા. માતાના મૈત્રી કરારના લીધે પુત્રએ યુવકને જીવ લીધો છે. મળતી માહિતી મુજબ, જેતપુરના કણકિયા પ્લોટમાં રહેતા કમલેશ વાઘેલા નામના યુવક પર અચાનક જીવલેણ હુમલો થયો હતો. સોલવન્ટ ખાતે રહેતા જયન વાઘેલાએ કમલેશ પર છરીના ૬ થી વધુ ઘા ઝીંકીને લોહીલુહાણ કરી દીધા હતા. ગંભીર ઈજાઓના કારણે કમલેશનું મોત નીપજ્યું હતું. હત્યાની જાણ થતા વાલ્મિકી સમાજના મોટી સંખ્યામાં લોકો જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે એકત્ર થઈ ગયા હતા અને પરિસ્થિતિ તંગ બની હતી. ઘટનાની જાણ થતા જેતપુર સીટી પોલીસ અને રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. (LCB) નો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અલગ-અલગ ટીમો બનાવી તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને ગણતરીની મિનિટોમાં જ આરોપી જયન વાઘેલાને દબોચી લીધો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં આ હત્યાકાંડ પાછળનું કારણ કૌટુંબિક મનદુઃખ હોવાનું બહાર આવ્યું છે. મૃતક કમલેશભાઈ વાઘેલા આરોપીની માતા સાથે મૈત્રી કરાર કરીને સાથે રહેતા હતા. આરોપી જયન વાઘેલાને માતાનું મૃતક સાથે રહેવું બિલકુલ પસંદ ન હતું, આ જ આક્રોશ અને અદાવતમાં ભયાનક પગલું ભરી લીધું હતું. જેતપુરના DYSP રોહિતસિંહ કોડિયાએ આ અંગે જણાવ્યું હતું કે, મૃતકના ભાઈ કપિલભાઈની ફરિયાદના આધારે પોલીસે કાયદેસરનો ગુનો નોંધીને આરોપી જયન વાઘેલાને ધરપકડ કરી છે. હાલ આ મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. જો આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હોવાનું બહાર આવશે તો તેમની સામે પણ કડક કાયૂની કાર્યવાહી કરવામાં આવશે.